Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સપા નેતા પર લગાવેલા રાસુકાના આરોપો સુપ્રિમ કોર્ટે ફગાવ્યા, યોગી સરકારને આપી ચેતવણી

સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ચેતવણી આવી હતી કે, પુરતા આધાર વગર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા(national security act) લગાવવાને કારણે રાજનૈતિક બદલાના આરોપ લાગે છે. આ નોંધતા સુપ્રિમ કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા યુસુફ મલિક સામે લગાવેલા રાસુકાના આરોપોને નકારી કાઢ્યા હતા.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેચે મલિકને રામપુર જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

Supreme Court

ખંડપીઠે રાજ્ય સરકારને મ્યુનિસિપલ ટેક્સની વસૂલાત મામલે રાજકારણી સામે રાસુકા(national security act) બોલાવવા બદલ ઠપકો આપ્યો હતો.

બેચે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, મહેસૂલી બાકીની વસૂલાત માટે રાસુકા લાદવાથી અમે આશ્ચર્યચકિત છીએ. અમે માનીએ છીએ કે, તે સ્પષ્ટપણે મગજ ન વાપરવાનો કેસ છે. તેથી, અમે રાસુકાને રદ કરીએ છીએ અને અરજદારને તાત્કાલિક મુક્ત કરવા નિર્દેશ કરીએ છીએ.

સર્વોચ્ચ અદાલતે એ પણ નિર્દેશ આપ્યો કે, માહિતી વિલંબ કર્યા વગર રામપુર જિલ્લા ન્યાયાધીશને મોકલવામાં આવે, જેથી મલિકને જેલમાંથી મુક્ત કરી શકાય. સુનાવણી દરમિયાન ખંડપીઠે અગાઉની સુનાવણીમાં કોર્ટના સૂચન છતાં રાજ્ય સરકાર દ્વારા મલિક સામેનો રાસુકા પાછો ન ખેંચવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

બેચે જણાવ્યું હતું, શું આ NSAનો મામલો છે? આ કારણે રાજકીય વેરભાવના આરોપો સામે આવે છે. બેચે ઉત્તર પ્રદેશની યોગી સરકારના વકીલને જણાવ્યું હતું કે, રાજ્યે તેને પોતાની રીતે પાછું ખેંચી લેવું જોઈતું હતું.

બેચે જણાવ્યું હતું કે, અમે તમને અગાઉની તારીખો પર ચેતવણી આપી હતી, પરંતુ તમે તેને પાછી ખેંચી ન હતી. અમે માત્ર રાસુકાને ફગાવી દીધી છે અને અમારા આદેશમાં બીજું કંઈ કહ્યું નથી, પરંતુ તેના કારણે જ તમામ પ્રકારના રાજકીય આક્ષેપો કરવામાં આવે છે.

એસપી નેતાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ એસડબલ્યુએ કાદરીએ બેચેને વિનંતી કરી હતી કે, તેઓ તરત જ કોર્ટના આદેશને સરક્યુલેટ કરે જેથી મલિકને મુક્ત કરી શકાય.

સપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ આઝમ ખાનના નજીકના સહયોગી મલિકે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, અલાહાબાદ હાઈકોર્ટ અનેક વિનંતીઓ પછી પણ રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ, 2022 માં રાસુકા લાગુ કરવા સામેની તેમની અરજી સાંભળી રહી નથી.

હકીકતો નક્કર છે, તેથી નોટિસ જાહેર કરવી

27 જાન્યુઆરીના રોજ, બેચે જણાવ્યું હતું કે, તે સામાન્ય રીતે હાઇકોર્ટ સમક્ષ સુનાવણીમાં વિલંબ સામેની રિટ પિટિશન પર ધ્યાન આપતી નથી, પરંતુ હકીકતો એટલા મજબૂત છે કે, જેથી અમને નોટિસ જાહેર કરવામાં આવે.

ઉત્તર પ્રદેશ સરકારે તેની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં આ મામલે એફિડેવિટ દાખલ કરીને તેની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, મલિક વિરુદ્ધ બીજો ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, 2022 માં તેમના જમાઈ પાસેથી મહેસૂલ લેણાંની વસૂલાત અંગે વધારાના મ્યુનિસિપલ કમિશનરને ધમકી આપવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X