
સબરીમાલામાં પ્રવેશ કરનાર મહિલા પર હુમલો, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
સુપ્રીમ કોર્ટમાં કાલે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી બે મહિલાઓની અરજી પર સુનાવણી થશે. કનકદુર્ગા અને અમ્મીની ઘ્વારા સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી, જેમાંથી એક મહિલા કનકદુર્ગાને તેની સાસુએ મારી. જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બંને મહિલાઓએ 2 જાન્યુઆરીએ સવારે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેના વિરોધમાં આખા કેરળમાં હિંસક પ્રદર્શન થયું.
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટ્યા પછી ત્યાં વિરોધ પ્રદર્શન થયા. કોર્ટના નિર્ણય પછી પણ ઘણા સામાજિક સંગઠનો સહીત ભાજપ-કોંગ્રેસે મહિલાઓના પ્રવેશ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 2 જાન્યુઆરીની સવારે આ બંને મહિલાઓ ધીરે રહીને મંદિરમાં દાખલ થઇ ગઈ. મંદિરમાં પ્રવેશનો વીડિયો સામે આવ્યા પછી કેરળમાં હિંસક પ્રદર્શન થયું. ત્યારપછી મંદિરને શુદ્ધિકરણ માટે બંધ કરી દેવામાં આવ્યું.
આ પણ વાંચો: સબરીમાલા મંદિર: બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિર પહોંચી, વિવાદ વધ્યો
આખા રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થયું. તોડફોડ અને આગચાંપીની ઘટનાઓ પછી પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓ ધરપકડ કરી. કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રાજ્ય સરકાર અને વિપક્ષી દળો સામસામે આવી ગયા. વિપક્ષી દળો ઘ્વારા આસ્થાનો મામલો ગણાવીને મહિલાઓની એન્ટ્રીનો વિરોધ કર્યો હતો. ઘણા વર્ષોથી એવી પ્રથા છે કે ભગવાન અય્યાપ્પા મંદિરમાં 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓ પ્રવેશ નથી કરી શકતી પરંતુ પ્રવેશની આ પાબંદી સુપ્રીમકોર્ટે હટાવી દીધી છે.
આ પણ વાંચો: દલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના