દલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના
કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલ પ્રતિબંધ હટ્યા બાદ બાદ દલિત મહિલાએ દાવો કર્યો છે કે તેણે મંદિરની અંદર ભગાન અયપ્પનના દર્શન કર્યા છે.
કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધ હટ્યા બાદ બાદ દલિત મહિલાએ દાવો કર્યો છે કે તેણે મંદિરની અંદર ભગાન અયપ્પનના દર્શન કર્યા છે. 36 વર્ષીય દલિત મહિલા એક્ટિવિસ્ટનું કહેવુ છે કે તે મંગળવારની સવારે મંદિરની અંદર ગઈ હતી અને તેણે ભગવાનના દર્શન કર્યા હતા. જાણકારી અનુસાર મહિલાનું નામ પી મંજૂ છે જેણે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ દાવો કર્યો છે. મહિલાએ જણાવ્યુ કે તેણે વૃદ્ધ મહિલા તરીકે મંદિરમાં પ્રવેશ કર્યો અને દર્શન કર્યા.

મંદિરની અંદરનો ફોટો શેર કર્યો
મહિલાએ મંદિરની અંદર દર્શનનો એક ફોટો પણ ફેસબુક પર શેર કર્યો છે. જો કે પોલિસે હજુ સુધી આની પુષ્ટિ કરી નથી. પોલિસનું કહેવુ છે કે ફોટામાં દેખાઈ રહ્યુ છે કે મહિલઆએ પ્રદર્શનકારીઓથી બચીને મંદિરની અંદર પ્રવેશ કર્યો છે પરંતુ હજુ અમે એ વાતની પુષ્ટિ નથી કરી શકતા કે મહિલાએ દર્શન કર્યા છે કે નહિ. મહિલાએ દાવો કર્યો છે કે મંદિરમાં દર્શન માટે તેણે પોલિસ સુરક્ષા નથી લીધી અને સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ તે અન્ય લોકો સાથે મંદિરની અંદર ગઈ.

આ પહેલા પણ કરી ચૂકી છે કોશિશ
નોંધનીય વાત એ છે કે આ મહિલા આની પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અંદર ગયેલી એ 20 મહિલાઓના જૂથમાં શામેલ હતી જેમને મંદિરની અંદર જવા દેવામાં આવ્યા નહોતા. આ તમામ મહિલાઓને પ્રદર્શનકારીઓએ મંદિરની અંદર જવા દીધા નહોતા. આટલુ જ નહિ દક્ષિણ કેરળના કોલ્લમ સ્થિત મહિલાના ઘરે પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે સબરીમાલા કર્મા સમિતિ મંદિરની અંદર મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે મંદિરની અંદર 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવી દીધો હતો. ત્યારબાદથી જ તમામ મહિલાઓ મંદિરની અંદર દર્શન કરવાની કોશિશ કરી રહી છે પરંતુ પ્રદર્શનકારીઓના વિરોધના કારણે હજુ મહિલાઓ સુરક્ષિત રીતે મંદિરની અંદર નથી જઈ શકતી. જો કે આ પહેલા પણ બે મહિલાઓએ મંદિરની અંદર દર્શન કર્યા હતા અને તેમનો મંદિરની અંદર જવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. મંદિરની અંદર મહિલાઓના પ્રવેશનો ભાજપ સહિત તમામ રાઈટ વિંગના લોકો વિરોધ કરી રહ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
