For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ મામલે SCમાં સુનાવણી, સરકારે કહ્યું- CAG રિપોર્ટમાં શરૂઆતના 3 પાનાં નહોતાં

રાફેલઃ સરકારે કહ્યું- CAG રિપોર્ટમાં શરૂઆતના 3 પાનાં નહોતાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ મામલામાં દાખલ પુનઃવિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ રહી છે. રાફેલ મામલાની સુનાવણી દરમિયાન એજી કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું, રાફેલ પર રિપોર્ટ દાખલ કરવામાં કેગની ચૂક થઈ છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં શરૂઆતના ત્રણ પાનાં સામેલ નહોતાં. જેના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો, આના માટે તમારે યોગ્ય તર્ક રજૂ કરવો પડશે.

સરકારે કહ્યું- CAGમાં શૂઆતના 3 પાના નહોતાં

સરકારે કહ્યું- CAGમાં શૂઆતના 3 પાના નહોતાં

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટને સમીક્ષા અરજીથી લીક થયેલ પાના હટાવવાનો નિર્દેશ આપવો જોઈએ. કેકે વેણુગોપાલે RTI એક્ટનો તર્ક આપ્યો અને કહ્યું કે સુરક્ષા સાથે જોડાયેલ જાણકારી સાર્વજનિક કરવામાં ન આવી શકે. આ દલિલ પર જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે જે સંસ્થાનોમાં આવો નિયમ છે અને જો ભ્રષ્ટાચારના આરોપ છે તો જાણકારી આપવી જ પડે છે.

પ્રશાંત ભૂષણે ઉઠાવ્યા સવાલ

સુનાવણી દરમિયાન એટર્ની જનરલે તર્ક આપ્યો કે જે દસ્તાવેજોની વાત થઈ રહી છે તેમાં રાફેલના ભાવ પણ સામેલ છે. જેનાથી દેશની સુરક્ષા પર ખતરો પડી શકે છે. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં સેક્શન 24નો હવાલો આપતા કહ્યું કે આ રક્ષા મંત્રાલય તેની અંતર્ગત નથી આવતું. સરકારની આ દલીલ પર પ્રશાંત ભૂષણે કહ્યું કે જો ચોરી થઈ તો સરકારે FIR કેમ ન નોંધી. સરકાર પોતાની જરૂરિયાતો મુજબ આ દસ્તાવેજોનો ખુલાસો કરે છે.

રક્ષા મંત્રાલયે સોગંધનામું દાખલ કર્યું

રક્ષા મંત્રાલયે સોગંધનામું દાખલ કર્યું

જણાવી દઈએ કે આ મામલામાં રક્ષા મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સોગંધનામું દાખલ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાફેલ સમીક્ષા મામલામાં અરજદારો દ્વારા સંલગ્ન દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષાના પ્રતિ સંવેદનશીલ છે, જે લડાકૂ વિમાનની યુદ્ધ ક્ષમતાથી સંબંધિત છે. રક્ષા મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રાફેલના સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં આવી છે જેને ચોરીછૂપે ઑફિસથી બહાર લઈ જવામાં આવી છે. જેની દેશની સંપ્રભુતા અને વિદેશી સંબંધ પર વિપરીત અસર થઈ છે.

અગાઉ રાફેલ મામલામાં પુનઃવિચાર અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે દાવો કર્યો હતો કે રાફેલ સંબંધિત દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી નથી થયાં. એટર્ની જનરલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પોતાના જવાબમાં તેમનો મતલબ હતો કે અરજદારોએ વાસ્તવિક કાગળોની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો છે.

મોદી સરકારે મુદ્રા યોજનાથી મળેલી નોકરીઓનો ડેટા રોક્યો મોદી સરકારે મુદ્રા યોજનાથી મળેલી નોકરીઓનો ડેટા રોક્યો

English summary
Supreme Court To Hear Requests To Review Rafale verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X