For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો આદેશ, સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને CVC તપાસનો રિપોર્ટ સોંપવામાં આવે

CBI કેસઃ આલોક વર્માને સીવીસી રિપોર્ટની કોપી આપવાનો આદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈએ બે મુખ્ય ઑફિસર વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલામાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અદાલતે સીવીસી રિપોર્ટની કૉપી સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આલોક વર્મા પાસેથી આ રિપોર્ટના આધારે જવાબ આપવા કહ્યું છે. કોર્ટે સીલબંધ લિફાફામાં જવાબ આપવા કહ્યું છે. સીવીસીએ સીલબંધ લિફાફામાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરી દીધો છે. આ મામલાની આગામી સુનાવણી 20 નવેમ્બરે થશે.

કોર્ટનો આદેશ

કોર્ટનો આદેશ

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જો કેન્દ્ર સરકારને કંઈ વાંધો નહિં હોય તો અમે આલોક વર્માના વકીલને રિપોર્ટની સીલબંધ કોપી આપીશું, તેમણે સીલબંધ લિફાફામાં જવાબ દેવાનો રહેશે. જ્યારે કોર્ટે રાકેશ અસ્થાનાના રિપોર્ટની કૉપી ન આપવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે સીવીસીએ રજા પર મોકલવામાં આવેલ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની વિરુદ્ધ જે રિપોર્ટ આપ્યો છે તેમાં કેટલાય અટપટા પાસાં છે.

બે અધિકારીઓ વચ્ચે બબાલ

બે અધિકારીઓ વચ્ચે બબાલ

સીબીઆઈના બે મુખ્ય અધિકારી, આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એક-બીજા પર રિશ્વખોરીનો આરોપ લગાવ્યા બાદ બંનેને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. 23 ઓક્ટોબરે બંનેને રજા મોકલી દેવાયા. સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધ 15 ઓક્ટોબરે ફરિયાદ દાખલ કરી હતી. આલોક વર્માએ કેન્દ્ર સરકારના ફેસલાને કોર્ટમાં પડકાર્યો હતો.

જાણો કોર્ટે શું કહ્યું?

જાણો કોર્ટે શું કહ્યું?

શુક્રવારે સુપ્રીમ કોર્ટે આલોક વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આોપો પર સીવીસી રિપોર્ટ પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટ સીબીઆઈના ડીએસપી એકે બસ્સીની અરજી પર બાદમાં સુનાવણી કરશે. બસ્સીને પોર્ટ બ્લેયર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા, જેને લઈ એમણે અરજી દાખલ કરી છે. સીબીઆઈના અંતરિમ ડિરેક્ટર નાગેશ્વર રાવના ફેસલાને સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ફેસલામાં કોઈ ભૂલ થઈ શકી નથી. કોર્ટે વર્માને રજા પર મોકલ્યા બાદ નાગેશ્વર રાવ માટે લેવામાં આવેલ ફેસલાને સીલબંધ લિફાફામાં બંધ કરી દીધો હતો.

સ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ થશેસ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ થશે

English summary
supreme court hearing cbi alok verma rakesh asthana case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X