મુસ્લિમ મહિલાઓની મસ્જિદમાં નમાજની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
સુપ્રીમ કોર્ટે મસ્જિદામાં મુસ્લિમ મહિલાઓના નમાજ અદા કરવા અંગેની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.
સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના નમાજ અદા કરવા અંગેની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. એક મુસ્લિમ દંપત્તિ તરફથી દાખલ કરાયેલ જનહિત અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે મસ્જિદોમાં મહિલાઓને દાખલ થવા અને પુરુષો સાથે નમાજ પઢવા માટે આદેશ આપવામાં આવે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર ઉપરાંત રાષ્ટ્રીય મહિલા પંચ, વકફ બોર્ડ અને ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને નોટિસ પાઠવીને આના પર તેમનો પક્ષ માંગ્યો છે.

પૂણેના રહેવાસી આ દંપત્તિએ સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યુ છે કે તેઓ એક મસ્જિદમાં સાથે નમાજ પઢવા ઈચ્છતા હતા પરંતુ અમુક લોકોએ તેમને એમ કહીને રોકી દીધા કે મસ્જિદમાં મહિલા અને પુરુષ એકસાથે નમાજ ન પઢી શકે. આના પર દંપત્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. અરજીકર્તાઓએ પોતાની અરજીમાં કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને જવાની અનુમતિ આપનાર સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા કહ્યુ કે તેમને મસ્જિદમાં જવાની અનુમતિ હોવી જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યુ કે જ્યારે મક્કામાં મહિલાઓ પુરુષો સાથે પરિક્રમા કરે છે તો ભારતની મસ્જિદોમાં તેમને પુરુષો સથે નમાજથી કેવી રીતે રોકવામાં આવી રહી છે. અરજીમાં આને ભારતીય બંધારણ હેઠળ નક્કી કરેલા મૂળ અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યુ છે. જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મંગળવારે આ અરજીને સુનાવણી માટે સ્વીકારીને નોટિસ પાઠવી છે. પીઠે સુનાવણી દરમિયાન કહ્યુ કે અને તમારી અરજી પર સબરીમાલા પર અમારા ચુકાદાના કારણે સુનાવણી કરી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
