સેરિડૉન સહિત અન્ય 2 દવા પર લાગેલો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 328 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાના પ્રતિબંધમાંથી સેરિડૉનની સાથે સાથે અન્ય બે દવાઓના વેચાણ પરના પ્રતિબંધને પણ હટાવી દીધો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પાછલા અઠવાડિયે 328 દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેને પગલે ફાર્મા કંપનીઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે કોર્ટે સેરિડૉન સહિત અન્ય બે દવાઓ પરના પ્રતિબંધને હટાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ દવાઓ પર પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આ દવા માણસ માટે હાનિકારક છે. જે દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો તેમાં ફેંસીડિલ અને કોરેક્સ કફ સીરપ પણ સામેલ છે.
FDC શું છે?
બે કે બેથી વધુ દવાઓના નિશ્ચિત ગુણોત્તરના કૉમ્બિનેશનને એફડીસી એટલે કે ફિક્સ્ડ ડોજ કૉમ્બિનેશન કહેવાય છે. આ કૉમ્બિનેશન સિંગલ ડોજમાં ઉપલબ્ધ રહે છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધિત કરેલી દવાઓના કારણે ઈન્ડસ્ટ્રીમાં ફાર્માસ્યૂટિકલ સેલ્સ પર 1500 કરોડ રૂપિયાની અસર પડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે થોડી રાહત મળશે. સેરિડૉન ઉપરાંત અન્ય દવાઓ જેવીકે ત્વચા ક્રિમોના વેચાણ પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા અંતર્ગત દવા લખવામાં આવશે
સરકારે આ 328 દવાઓ પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે આ દવા દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહી છે. જ્યારે ડૉક્ટર્સનું માનીએ તો અલગ-અલગ બીમારી માટે અલગ-અલગ દવા લખવામાં આવશે. જેમ કે જો દર્દીને ઉધરસ અને તાવ હોય તો ઉપચાર માટે અલગ-અલગ દવાઓ લખી આપવામાં આવશે. જ્યારે અત્યાર સુધી ઉધરસ, તાવ અને દુઃખાવાની દવાનું કૉમ્બિનેશન આપતા હતા. સરકારે દવાઓ પર બેન લગાવતાં તર્ક આપ્યો કે કેટલીય એવી દવા છે જેના કૉમ્બિનેશન પર કેટલાય દેશોમાં બેન છે, પરંતુ ભારતમાં આ દવાઓ વેચાઈ રહી હતી.