For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે VVIP સુરક્ષાની કરી નિંદા, ચિદમ્બરમના વખાણ

|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: વીવીઆઇપી સુરક્ષા પર સુપ્રીમ કોર્ટે એકવાર ફરી કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સુરક્ષા માત્ર પ્રભાવ પાડવાનું સાધન માત્ર બની ગયુ છે, તેનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે બધા જ રાજ્યો અને કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે કે વીવીઆઇપી અને બાકીઓને આપવામાં આવી રહેલી સુરક્ષા પર થઇ રહેલા ખર્ચ અને ટ્રાફિક રોકવા વગેરે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવે. બધા જ રાજ્યો અને કેન્દ્રને આના માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

કોર્ટે આ ટિપ્પણી કરતા નાણામંત્રી પી ચિદમ્બરમ અને પૂર્વ રક્ષામંત્રી જોર્જ ફર્નાડિસના ભરપૂર વખાણ કર્યા, કારણ કે આ બંને નેતાઓએ વીવીઆઇપી સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો હતો.

કોર્ટે વીવીઆઇપી લોકો અને તેમના પરિવારની સુરક્ષામાં લાગેલા કર્મચારિઓ અને તેમની પર થઇ રહેલા ખર્ચનો હિસાબ માંગ્યો છે. આવા વીવીઆઇપી લોકોની સૂચિ પણ માંગવામાં આવી છે જેમની પર ખુદને આપવામાં આવેલી સુરક્ષાને બહાને કાનૂન વ્યવસ્થા તોડવાનો આરોપ છે.

કોર્ટે એ નિયમો અંગે પણ જાણકારી માંગી છે જેના આધારે કોઇ વીવીઆઇપીના માર્ગ પર નિકવા દરમિયાન રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ફટકારવામાં આવેલ આદેશ અને વીવીઆઇપી અંગે માંગવામાં આવેલી જાણકારી અંગેનું પગલું સરાહનીય છે.

English summary
Supreme Court seeks details of money spent on VVIP security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X