For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી-શાહ વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી

પીએમ મોદી-શાહ વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. જ્યારે આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી ટાળી દેવામાં આવી છે. આ મામલાની આગામી સુનાવણી 2 મેના રોજ થશે.

pm modi

સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરી રહેલ જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે સુષ્મિતા દેવની અરજી 2 મે સુધી સ્થગિત કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારને આ સંબંધમાં ચૂંટણી પંચના ફેસલાનો ઈંતેજાર કરવો જોઈએ. કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને જલદી જ નિર્દેશ આપે કે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે નોંધાયેલ ફરિયાદ પર પંચ કાર્યવાહી કરે.

કોંગ્રેસી સાંસદનો આરોપ છે કે મોદી અને શાહ નફરત ફેલાવતા ભાષણ આપે છે અને રાજનૈતિક પ્રચાર માટે સેનાનો ઉપયોગ કરી રહ્યા છે. બંને ભાજપના નેતાઓએ પાછલા ચાર અઠવાડિયામાં કેટલીયવાર આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસ તરફથી કરવાાં આવેલ આ 40 જેટલી ફરિયાદો પર કોઈ કાર્યવાહ કરી નથી.

આ પણ વાંચો- રાફેલ ડીલ કેસઃ મોદી સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

English summary
Supreme Court serves notice to EC on Congress plea against PM Modi, Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X