કલમ 35એ ની માન્યતા પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી, ઘાટીમાં બંધ

જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપનારી કમલ 35એ ની માન્યતાને પડકારતી અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપનારી કમલ 35એ ની માન્યતાને પડકારતી અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની ખંડપીઠ આ મામલે સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે થનારી આ સુનાવણી ટાળવા માટે એક અરજી પણ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શુક્રવારે થનારી આ સુનાવણી માટે ઘાટીમાં બે દિવસના બંધનું આહવાન કરવામાં આવ્યુ છે. વળી, હિંસાની આશંકાને જોતા કાશ્મીરના 9 પોલિસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

supreme court

સુપ્રિમ કોર્ટમાં થનારી આ મહત્વની સુનાવણી પહેલા બધા હુર્રિયત નેતાઓને તેમના ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. ઘાટીમાં સન્નાટો છવાયેલો છે. કલમ 35એ અંગે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ ઉપરાંત બાકીના રાજકીય દળો વિરોધમાં દેખાઈ રહ્યા છે. વળી, અલગાવવાદીઓ પણ આ સુનાવણીના વિરોધમાં છે. આ પહેલા પણ રાજ્યમાં અશાંતિના વાતાવરણને જોતા ઘણી વાર સુનાવણી ટાળવામાં આવી ચૂકી છે. આજે પણ સુનાવણી અંગે કાશ્મીરમાં સ્થિતિ ઘણા તણાવપૂર્ણ છે.

આજે થનારી સુનાવણી પહેલા પણ જમ્મુ-કાશ્મીર સરકારે સુનાવણી ટાળવાની માંગ કરી છે. સુપ્રિમ કોર્ટે આજે આ બાબતે નક્કી કરવાનું છે કે આજે સુનાવણી થશે કે નહિ. કલમ 35એના કારણે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળ્યો છે કે તે રાજ્યના સ્થાયી નિવાસીઓની પરિભાષા નક્કી કરી શકે છે. આ અંતર્ગત ત્યાંની સરકારને એ અધિકાર છે કે તે બીજી જગ્યાઓએથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં કયા પ્રકારની સુવિધાઓ આપે કે ન આપે.

કલમ 35એ ના કારણે ઘાટીમાં તણાવ

કલમ 35એ ની બંધારણીય માન્યતાને પડકારતી મુખ્ય અરજી 'વી ધ સિટિઝન' નામની એનજીઓએ વર્ષ 2014 માં દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે આ અનુચ્છેદના કારણે રાજ્યની બહારના નાગરિકોને સંપત્તિ ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. જ્યારે અલગાવવાદીઓએ કહ્યુ હતુ કે જો ન્યાયાલય આ મામલે રાજ્યની જનતાના હિતોના વિરોધમાં ચૂકાદો આપશે તો આંદોલન માટે લોકો રસ્તા પર ઉતરી આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X