સુપ્રીમ કોર્ટે લગાવી EDને ફટકાર, ટ્રાયલ વિના કસ્ટડીમાં રાખવા સામે ઉઠાવ્યા સવાલો

Supreme Court on ED : સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીઓને ટ્રાયલ વગર કસ્ટડીમાં રાખવા બદલ EDને ફટકાર લગાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સી પૂરક ચાર્જશીટ દાખલ કરી શકતી નથી, અને ટ્રાયલ વિના વ્યક્તિને જેલમાં રાખી શકતી નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીને ડિફોલ્ટ જામીન નકારવા અને આવા લોકોને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખવા માટે પૂરક ચાર્જશીટ દાખલ કરવા બદલ EDને પ્રશ્ન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2022 માં ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના કથિત સહયોગી પ્રેમ પ્રકાશની ડિફોલ્ટ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.

Supreme Court

જેના પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ઝારખંડમાં કથિત ગેરકાયદેસર ખનનથી ઉદ્ભવતા મની લોન્ડરિંગ કેસમાં એજન્સી દ્વારા ચાર પૂરક ચાર્જશીટ દાખલ કરવા સામે વાંધો ઉઠાવતા આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ ખન્નાએ ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર-જનરલ એસવી રાજુને જણાવ્યું હતું કે, અમે તમને (ED) નોટિસ આપી રહ્યા છીએ. તમે કેસની કાયદા હેઠળ તપાસ પૂર્ણ કર્યા વિના કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકતા નથી. તે અટકાયત સમાન છે, અને વ્યક્તિની સ્વતંત્રતાને અસર કરે છે. કેટલાક કિસ્સાઓમાં, અમારે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

આરોપીને ડિફોલ્ટ જામીનનો લાભ નકારી શકાય નહીં. જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે, ડિફોલ્ટ જામીનનો આખો હેતુ એ છે કે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમે ધરપકડ ન કરો. તમે એવું ન કહી શકો કે, જ્યાં સુધી કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટ્રાયલ શરૂ નહીં થાય. તમે પૂરક ચાર્જશીટ દાખલ કરવાનું ચાલુ રાખી શકતા નથી, અને ટ્રાયલ વિના વ્યક્તિને જેલમાં રાખી શકાય નહીં.

અરજદાર 18 મહિનાથી જેલમાં છે, અને ED દ્વારા એક પછી એક પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે, તે નોંધતા જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે, તે જ અમને પરેશાન કરે છે. જ્યારે તમે કોઈ આરોપીની ધરપકડ કરો છો, ત્યારે ટ્રાયલ શરૂ થવી જોઈએ. ડિફોલ્ટ જામીન આરોપીનો અધિકાર છે અને પૂરક ચાર્જશીટ દાખલ કરીને તેને નકારી શકાય નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X