NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ફેસલો, 3 હાઈકોર્ટની કાર્યવાહી પર રોક લગાવી

NEET Paper Leak Row: સુપ્રીમ કોર્ટે ગુરુવારે નીટ-યૂજી 2024 પરીક્ષામાં કથિત પેપર લીક અને અનિયમિતતાના સંબંધમાં ત્રણ હાઈકોર્ટમાં દાખલ અરજીઓની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ એસવીએન ભટ્ટીની અવકાશકાલીન બેન્ચે NEET-UG 2024ની પરીક્ષા રદ કરવા સહિતની અરજી પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), કેન્દ્ર અને અન્યો પાસેથી જવાબ માંગ્યો છે. એનટીએ અને અન્ય અરજદારો દ્વારા દાખલ થયેલી અરજી પર 8 જુલાઈએ સુનાવણી થશે.

NEET

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (ગ્રેજ્યુએટ)-2024ની પરીક્ષાને લગતી અલગ-અલગ અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે પરીક્ષાના સંચાલનમાં ભલે કોઈ તરફથી લાપરવાહી થઇ હોય પરંતુ તેની સાથે સંપૂર્ણ નિપટારો જરૂરી છે.

49 વિદ્યાર્થીઓ અને સ્ટૂડેન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આગલી સુનાવણી 8 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સલિંગ રોકવાનો ઈનકાર કર્યો

ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નીટ યૂઝી કાઉન્સલિંગ પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ્દ થાય છે તો કાઉન્સલિંગ પણ રદ્દ થઇ જશે.

NTA અખિલ ભારતીય પ્રી-મેડિકલ પ્રવેશ પરીક્ષા આયોજિત કરે છે. નીટ પેપર લીક મામલામાં બિહારનો રહેવાસી આરોપી અનુરાગ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X