For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ 15 બાગી ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટ આજે કર્ણાટકના 15 બાગી ધારાસભ્યો મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ આજે કર્ણાટકના 15 બાગી ધારાસભ્યો મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. વાસ્તવમાં આ તમામ ધારાસભ્યોના રાજીનામા કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમારે સ્વીકાર્યા નથી જેના કારણે આ બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસમાં સુનાવણી કરીને મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે એ નક્કી ન કરી શકીએ કે સ્પીકર રાજીનામુ સ્વીકાર કરે કે નહિ.

SC

કેસની સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે જ્યારે 10મું શિડ્યુલ (એન્ટી ડિફેક્શન લૉ) જોડવામાં આવ્યુ હતુ તો સ્પીકરને ઘણો ઉંચો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા 100-25 વર્ષોમાં સંભવતઃ આને ફરીથી જોવાની જરૂર છે. આ કેસમાં સ્પીકર, મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યોનો પક્ષ સાંભળ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. તમને જણાવી દઈએ કે 6 જુલાઈ બાદથી કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્ય પોતાનુ રાજીનામુ આપી ચૂક્યા છે. જેના કારણે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સંખ્યા 117થી ઘટીને 101 સુધી પહોંચી ગઈ છે જ્યારે ભાજપ પાસે કુલ 105 ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભામાં કુલ 224 ધારાસભ્ય છે જ્યારે પૂર્ણ બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર છે.

જો કે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોની સંખ્યા ત્યારે ઓછી થઈ શકે છે જ્યારે બાગી ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવે કે પછી તેમને અયોગ્ય ઘોષિત કરવામાં આવે. મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોર્ટ પાસે એ અધિકાર નથી કે તે સ્પીકરને આ કેસમાં સીધી રીતે કોઈ પ્રકારના નિર્દેશ આપી શકે. તમને જણાવી દઈએ કે બાગી ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી જ્યારે સ્પીકર અને સરકાર તરફથી અભિષેક મનુ સંઘવી કોર્ટમાં પક્ષ રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ સાંભળી લે પાકિસ્તાન... હવે કારગિલ થયું તો આખરી જંગ હશે- એર ફોર્સ ચીફઆ પણ વાંચોઃ સાંભળી લે પાકિસ્તાન... હવે કારગિલ થયું તો આખરી જંગ હશે- એર ફોર્સ ચીફ

English summary
supremecourt to pronounce its decision on 15 rebel mla of karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X