આદિત્ય પંચોલીએ પડોશી સાથે કરી મારપીટ, કેસ દાખલ

aditya-pancholi
મુંબઇ, 28 જૂન: પડોશી સાથે ગાળાગાળી કરવા અને મારઝૂડ કરવા બદલ આદિત્ય પંચોલી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મુંબઇ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે તેમના પડોશી પર કરવામાં આવેલો હુમલો સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગયો છે.

વર્સોવા પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર મૈગ્નમ ઓપસ બિલ્ડિંગમાં રહેનાર આદિત્ય પંચોલી ગઇકાલે રાત્રે બળજબરીપૂર્વક પોતાના પડોશી ભાર્ગવ પટેલના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા અને મારમીટ કરી હતી. એક ડેલી મેલના રિપોર્ટ અનુસાર આદિત્ય પંચોલી, જે મેગ્નમ ઓપસ બિલ્ડિંગમાં રહે છે, અને પોતાના પડોશી ભાર્ગવ પટેલના ફ્લેટમાં ઘુસીને મારઝૂડ કરી હતી. ભાર્ગવ પટેલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરૂદ્ધ એફઆરઆઇ નોંધાવી છે. બની શકે છે કે આદિત્ય પંચોલીની ધરપકડ કરી શકે છે.

કહેવામાં આવે છે કે આદિત્ય પંચોલીએ ભાર્ગવ પટેલ સાથે એટલા માટે મારઝૂડ કરી હતી કે ઘરમાં ઇન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે, જેના અવાઝના કારણે આદિત્ય પંચોલીને મુશ્કેલી થઇ રહી હતી. અને આદિત્ય પંચોલીને સહન ન થયું તો તેમને ભાર્ગવ સાથે મારઝૂડ કરી.

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પણ જિયા ખાન આત્મહત્યા કેસમાં હજુ સુધી જેલમાં જ છે તો તે આદિત્ય પંચોલીના નવા ઝખડાએ પંચોલી ખાનદાનની મુશ્કેલીઓ વધારી દિધી છે. સૌથી વધુ તો જરીના વહાબ માટે મુશ્કેલી છે કારણ કે પોતાના પુત્રની આજાદી માટે તે પરેશાન છે ત્યારે હવે એવું ન બને કે પોતાના પતિના છુટકારા માટે તેને મહેનત કરવી પડે. તમને જણાવી દઇએ કે આદિત્ય પંચોલીનો ઇતિહાસ પાક-સાફ રહ્યો નથી. તેમના નામે ઘણીવાર માથાકુટ સામે આવી છે.

રેપનો પ્રયત્ન

રેપનો પ્રયત્ન

આદિત્ય પંચોલી ઉપર અભિનેત્રી પૂજા બેદીની નોકરાણી સાથે છેડતી અને બળાત્કાર કરવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે.

કંગનાની સાથે લિવ ઇન રિલેશન

કંગનાની સાથે લિવ ઇન રિલેશન

આદિત્ય પંચોલી પોતાનાથી અડધી ઉંમરની છોકરી કંગના રાણાવત સાથે થોડા સમય માટે લિવ ઇન રિલેશનમાં રહ્યાં હતા તે પરણિત છે અને બે બાળકોના પિતા છે.

નિર્માતાઓ સાથે ગેરવર્તણૂંક

નિર્માતાઓ સાથે ગેરવર્તણૂંક

આદિત્ય પંચોલી પર ઘણીવાર નિર્માતાઓ સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. દારૂ પીને ગાળા-ગાળી કરવી આદિત્ય પંચોલી માટે સામાન્ય વાત છે.

કંગનાને શારીરિક નુકસાન

કંગનાને શારીરિક નુકસાન

આદિત્ય પંચોલી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે તે લિવ ઇન રિલેશનશિપમાં કંગના રાણાવત સાથે હતો તો તેને ઘણીવાર કંગના રાણાવતને શારીરિક નુકશાન પહોંચાડ્યું હતું.

જિયાની માતા રાબિયા ખાનનો આરોપ

જિયાની માતા રાબિયા ખાનનો આરોપ

આદિત્ય પંચોલી પર અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો છે કે આદિત્ય પંચોલી ઇચ્છતા ન હતા કે સૂરજ-જિયા લગ્ન ન કરે જેથી તેમને ઘણીવાર જિયા પર હાથ ઉઠાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X