For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surgical Strike: હવે પહેલા જેવી નથી રહી ભારતીય સેના!

ભારતીય સેનાએ પાકિસ્તાનની સીમામાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને હાલ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ભારતીય સેનાનું મનોબળ પણ આ એક વર્ષમાં સારું થયું છે. ત્યારે જાણો વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક કર્યાને એક વર્ષ થઇ ગયું. 28મી સપ્ટેમ્બર 2016ના રોજ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક કરવામાં આવી હતી. જે પછી હાલ પણ જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટું સર્ચ ઓપરેશન ચલાવી એક પછી એક આતંકીઓનો ખાતમો બોલાવી રહી છે. તેટલું જ નહીં હાલ પણ મ્યાનમારમાં આ રીતે જ તેમણે આતંકીઓના અતિક્રમણને નિસ્તેનાબુદ કર્યું હતું. ભારત દ્વારા સર્જિકલ સ્ટાઇક કર્યા થોડા સમય સુધી આતંકીઓ ભારતીય સીમાની આસપાસ પણ ફરકવાનું છોડી દઇ ભાગી ચૂક્યા હતા. જે બતાાવે છે કે હવે ભારતીય સેના પહેલા જેવી નથી રહી. તેને આતંકીઓને સીધા કરતા આવડે છે. અને ભારતીય સેનાએ આ સાથે જ તે વાત પણ સ્પષ્ટ કરી છે કે અમે શાંત છીએ તેનો મતલબ તે બિલકુલ પણ નથી થતો કે અમે કંઇ પણ કરવા અક્ષમ છીએ. જે દિવસને ભારતીય સેના કંઇક કરવાનું વિચારશે તે દિવસે તમામ આતંકીઓના વ્યારા ન્યારા થઇ જશે.

indian

ભારતીય સેના

જે રીતે ઉરી કેમ્પ પર આંતકીઓએ હુમલો કર્યો હતો તે જોતા ભારતીય સેના માટે તે બતાવવું ખુબ જ જરૂરી થઇ ગયું હતું કે તે પણ ચૂપચાપ બધુ સહન નહીં કરી લે. ઉલ્લેખનીય છે કે ઉરી આતંકી હુમલામાં 19 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલા પછી મોટો સવાલ તે થયો હતો કે શું ભારતીય સેના આ હુમલાનો કોઇ જવાબ આપશે? એટલું જ નહીં પઠાણકોટ હુમલા સુધી પણ ભારતીય સેનાએ શાંતિનો રસ્તો અપનાવ્યો. પણ ઉરી હુમલા પછી સમીકરણો બદલાઇ ગયા આ માટે જ ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ચાલી રહેલા લશ્કર કેમ્પોને ઉડાવાનો નિર્ણય લીધો.

army

સેનાનું અદ્ધભૂત પ્રદર્શન

ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનની અંદર જઇને સર્જિકલ સ્ટાઇકને અંજામ આપ્યો તેનાથી પાક સીમાની અંદર ચાલી રહેલા આંતકીઓના લોન્ચ પેડની પોલ ખુલી ગઇ. અને તેને મોટું નુક્શાન પણ થયું. સાથે જ પાકિસ્તાનને તે પણ સમજાઇ ગયું કે ભારતીય સેના જે દિવસે બોલશે તે દિવસે પાકિસ્તાનની બોલતી બંધ થઇ જશે. એટલું જ નહીં આ પછી પણ જેટલી વાર પાકિસ્તાને ફાયરિંગ કરી ભારતીય સેનાએ તેનો બરાબર જવાબ આપ્યો છે.

indian army

પાક સેનાની કમર તોડી

નોંધનીય છે કે પાકિસ્તાન પર જ્યારે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે પહેલા તો તેણે એ વાત સ્વીકારી જ નહીં કે તેની સીમા પર આવું કંઇક થયું છે. તે પછી તેને વિશ્વના દેશો સામે આ અંગે વિરોધ દર્શાવાનો પ્રયાસ કર્યો પણ તેમાં પણ અન્ય દેશો કંઇ જ ના બોલતા પાકની બોલતી બંધ થઇ ગઇ. નોંધનીય છે કે સર્ઝિકલ સ્ટ્રાઇક પછી આજે પણ ભારતીય સેના આવા જ ઉગ્ર સ્વરૂપમાં દેખાઇ રહી છે. અને આતંકીઓનો ખાતમો કરી રહી છે.

English summary
surgical strikes year on the indian army is now doubly aggressive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X