જાવો મેચ જુઓ - એક CEOએ આપી કર્મચારીઓને ગીફ્ટ
જો તમને ચાલુ પગારે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ જોવા મળે. અને આવી છૂટ જાતે તમારો બોસ તમને આપે તો તમે પણ કહેશો ને મોકા મોકા....અરે ભાઇ આવો જ સુંદર મોકો કેટલાક નસીબદારોના હાથમાં લાગ્યો છે. જ્યાં કંપનીના સીઇઓએ ખુદ કહ્યું ચલો મળીને ઓસ્ટ્રેલિયાને હારતા જોઇએ.

હાલ,ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વિશ્વકપ સેમીફાઇનલ મેચનો રોમાંચ હાલ ચરમસીમા પર છે. ત્યારે ગુરુવારે થનારી આ સેમીફાઇનલને જોવા માટે એક પ્રાઈવેટ કંપનીના CEOએ મેલ લખીને કર્મચારીઓને કામ કરવાના બદલે મેચ જોવાનું કહ્યું છે. ત્યારે હાલ આ મેલ સોશ્યલ મિડીયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ મેચમાં સીઇઓ લખ્યું છે કે આપણે બધાએ ઓસ્ટ્રેલિયાને હારતા જોવાનો આ મોકો ના છોડવો જોઇએ. ઓફિસમાં સવારે 9 વાગ્યાથી આ મેચ ટેલિકાસ્ટ થશે. ખાલી ખોટા કામ કરવાનો ડોળ કરતા નહીં આપણે બધા મળીને મેચ જોઇશું અને ટીમ ઇન્ડિયા માટે ચિયર કરશું. તેટલું જ નહીં મેચ દરમિયાન ખાણી પીણીની પણ વ્યવસ્થા છે. બોલા છે ને મોકા...મોકા












Click it and Unblock the Notifications
