Survey : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મોટુ નુકસાન? લેટેસ્ટ સર્વેમાં ચૌકાવનારો દાવો
લોકસભા ચૂંટણીનો માહોલ બની ગયો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં છે ત્યારે બંગાળ રણ મેદાન બન્યુ છે. અહીં બીજેપી પગ જમાવવા કોશિશ કરી રહી છે ત્યારે બંગાળને લઈને ચૌકાવનારો સર્વે સામે આવ્યો છે
પશ્ચિમ બંગાળની લોકસભા સીટોને લઈને સર્વેમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના દરેક સંસદીય ક્ષેત્રના લોકો સાથેની વાતચીત અને ચૂંટણીના વલણના આધારે તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટ અનુસાર આ વખતે સીટો પર ટીએમસીને નિરાશ થવું પડી શકે છે

બીજી તરફ તેનો બીજેપીને સીધો ફાયદો થઈ શકે છે. સર્વે મુજબ આ વખતે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વધુમાં વધુ 28 સીટોથી સંતોષ માનવો પડશે.
એજન્સીએ સર્વે માટે દરેક સંસદીય મતવિસ્તારમાંથી સમાન સેમ્પલ લીધા હતા. જે અંતર્ગત દરેક લોકસભા સીટ પર 1350 લોકો સાથે વાત કરવામાં આવી.
આ વાતચીતના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વખતે ટીએમસીને નુકસાન થઈ શકે છે. ટીએમસીની લોકસભા બેઠકો જે ઘટી રહી છે તેનાથી વિપરીત ભાજપની બેઠકો વધવા જઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં કોને કેટલી સીટો?
TMC 26 - 28
ભાજપ 11 - 13
INC 02 - 04
જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એકલી બીજેપીને જોરદાર ટક્કર આપી રહી છે. બીજી તરફ બીજેપી મમતાને હરાવવા માટે કોઈપણ હદે જઈ રહી છે.












Click it and Unblock the Notifications
