For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ ભારતમાં 19% મહિલાઓ પાર્ટનર શોધી રહી છે, 62% મહિલાઓ કરે છે આ કામ

ભારતમાં સ્માર્ટફોન વાપરતી મહિલાઓ વિશે એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં સ્માર્ટફોન વાપરતી મહિલાઓ વિશે એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા છે. વર્તમાનમાં સ્માર્ટફોન જીવનનો એક ખૂબ જરૂરી હિસ્સો બની ગયો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 24 ટકા લોકો પાસે સ્માર્ટફોન છે જેમાંથી 15 ટકા મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. હાલમાં જ એક અધ્યયનમાં જોવા મળ્યુ કે ભારતમાં 19 ટકા મહિલાઓ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરે છે જ્યારે 62 ટકા સેક્સટિંગ કરે છે.

પાર્ટનરની શોધમાં છે ભારતીય મહિલાઓ

પાર્ટનરની શોધમાં છે ભારતીય મહિલાઓ

તમને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે ડેટિંગ એપ ઉપયોગ કરનારી મહિલાઓની સંખ્યા 21 ટકા છે પરંતુ ભારતમાં સૌથી વધુ મહિલાઓ આ એપ્સનો ઉપયોગકરે છે. સર્વેમાં જોવા મળય્ુ કે હુકઅપ માટે એક સાથી શોધવા, લૉંગ ટર્મ રિલેશનશિપ અને શૉર્ટ ટર્મ રિલેશનશિપની શોધમાં 19 ટકા ભારતીય મહિલાઓ સ્માર્ટફો એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જ્યારે લગભગ 62 ટકા દેસી મહિલાઓ સેક્સટિંગમાં સંલગ્ન છે.

62% મહિલાઓ આ કામમાં કરે છે સ્માર્ટફોનનો ઉપયોગ

62% મહિલાઓ આ કામમાં કરે છે સ્માર્ટફોનનો ઉપયોગ

મોબાઈલ સેક્સ-ટેક એપ્સ નામથી કરવામાં આવેલ સર્વેને PLOS વન પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સર્વે એ દેશો પર આધારિત છે જ્યાં સોથી વધુ જનસંખ્યા છે. સર્વે માટે ડેટાને એક ગુપ્ત સોર્સ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે. અધ્યયન મુજબ ભારતમાં સેક્સટિંગ કરનાર 62 ટકા મહિલાઓ પોતાના સ્માર્ટફોનથી સેક્સી ચેટ, પિક્સર્ચ, વીડિયો વગેરે મોકલતી રહે છે.

સર્વેમાં 1,30,885 મહિલાઓએ લીધો ભાગ

સર્વેમાં 1,30,885 મહિલાઓએ લીધો ભાગ

મીડિયા રિપોર્ટ મુજબ સર્વેમાં 191 દેશોની મહિલાઓને શામેલ કરવામાં આવી હતી. આ સર્વેમાં કુલ 1,30,885 મહિલાઓના જવાબોને શામેલ કરવામાં આવ્યા હતા. ભારત તરફથી આ સર્વેમાં 23,093 મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને બધા સવાલ ઑનલાઈન જ પૂછવામાં આવ્યા હતા. સર્વેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતમાં 18 વર્ષથી લઈને 54 વર્ષ વચ્ચેની 19 ટકા મહિલાઓ ફોનનો ઉપયોગ પાર્ટનર શોધવા માટે કરે છે.

આ ઉંમરની મહિલાઓ શોધે છે પાર્ટનર

આ ઉંમરની મહિલાઓ શોધે છે પાર્ટનર

આમાં વધુ સંખ્યા 21થી 24 વર્ષની મહિલાઓની છે. વળી, પાર્ટનર શોધનારી 29 ટકા મહિલાઓ માત્ર એન્જોયમેન્ટ માટે સાથી શોધે છે. આ ઉપરાંત 44 ટકા મહિલાઓ એવી છે જે માત્ર થોડા સમય માટે ડેટિંગ પાર્ટનરની શોધ કરે છે જ્યારે 37 ટકા મહિલાઓ લાંબા સમય સુધી રિલેશન રાખવા માંગે છે. ભારતની કુલ 23,093 મહિલાઓમાંથી 62%એ કહ્યુ કે તે ફોન પર સેક્સટિંગ કરે છે.

શુ છે સેક્સટિંગ?

શુ છે સેક્સટિંગ?

તમને જણાવી દઈએ કે પોતાના કોઈ ભરોસાપાત્ર પાર્ટનર સાથે અંગત ચેટ કરવાને જ સેક્સટિંગ કહેવામાં આવે છે. લોકો હવે ચેટિંગ દરમિયાન જ પાર્ટનરે સાથે કિંકી થવાની નવી નવી રીત શોધે છે. પાર્ટનર સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સેક્સટિંગ સારી રીત હોઈ શકેછે. કિનસે ઈન્સ્ટીટ્યુટના શોધ નિર્દેશક એસોસિએટ લેખક અમાડં ગેસલમેને કહ્યુ, 'આ પહેલુ અધ્યયન છે જે આપણને દુનિયાભરમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓના યૌન જીવનમાં પ્રોદ્યોગિકીના ઉપયોગ વિશે માહિતી આપવામાં સક્ષમ છે.'

મહારાષ્ટ્રઃ ઠાણેમાં 3 માળની ઈમારત ધરાશાયી, 8 લોકોના મોતમહારાષ્ટ્રઃ ઠાણેમાં 3 માળની ઈમારત ધરાશાયી, 8 લોકોના મોત

English summary
Survey: women in India looking for partners on smartphone 62 Percent are doing this work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X