'પાગલ' કેજરીવાલના કારણે પોલીસવાળાઓની રજા રદ કરાઇ: શિંદે
મુંબઇ, 22 જાન્યુઆરી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ટકરાવ વધતો જઇ રહ્યો છે. જ્યાં બીજી બાજું કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં કેજરીવાલની સરકાર ચાલી રહી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની નજરમાં કેજરીવાલ એક પાગલ મુખ્યમંત્રી છે. દિલ્હીમાં કેજરીવાલના ધરણા અને પ્રદર્શનથી શિંદેએ પોતાની નારાજગી કડક શબ્દોમાં વ્યક્ત કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મરાઠી ભાષામાં જોરદાર નિશાનો સાધ્યો. શિંદેએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર તેમને પાગલ મુખ્યમંત્રી ગણાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 20 અને 21 જાન્યુઆરીના રોજ કેજરીવાલે દિલ્હી પોલીસ વિરુધ્ધ આંદોલન છેડ્યું હતું અને પોતાની માંગોને લઇને ધરણા પર બેસી ગયા હતા. જેના બાદ દિલ્હીના ગવર્નર નજીબ જંગની અપીલ બાદ તેમણે પોતાના ધરણા-પ્રદર્શન ખત્મ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
