સુષ્મા સ્વરાજે સરકારી બંગલો ખાલી કર્યો, લોકો બોલ્યા- બીજા નેતાઓએ પણ શીખવું જોઈએ
નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. સુષ્માએ આ વાતનું ટ્વિટર પર જેવું એલાન કર્યું કે લોકો તેમના વખાણ કર્યા વિના ન રહી શક્યા. જણાવી દઈએ કે સુષ્મા, મોદી સરકારના પહેલા કાર્યકાળના એવા મંત્રી હતાં જેઓ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અતિ પોપ્યુલર રહ્યાં. આજે પણ જ્યારે સુષ્માની પાસે એકેય મંત્રાલયની જવાબદારી નથી, છતાં લોકો તેમના વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. તેમના ટ્વીટ પર લોકો તેમને એમ જણાવતા ખચકાતા નથી કે તેમને મિસ કરે છે.

નવી સરકારના એક મહિના બાદ ઘર છોડ્યું
સુષ્માએ નવી સરકારમાં શપથ લીધાના એક મહિનામાં જ પોતાનું સરકારી નિવાસ છોડી દીધું. આ વાતની જાણકારી તેમણે ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી. સુષ્માએ શનિવારે લખ્યું, 'મેં મારું સત્તાવાર નિવાસ આઠ, સફદરજંગ લેન છોડી દીધું છે. કૃપિયા ધ્યાન રાખે કે મારા જૂના એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પર મારો સંપર્ક નહિ થઈ શકે.' સુષ્માએ આ વખતે લોકસભા ચૂંટણી નહોતી લડી અને એવામાં તેઓ એનડીએ સરકારના બીજા કાર્યકાળનો ભાગ ન રહ્યાં.
|
ટ્વિટર બોલ્યા એક આદર્શ નેતા
સુષ્માના ટ્વીટ બાદ તેમના ફેન્સ એક્ટિવ થઈ ગયા અને જવાબમાં તેમણે સુષ્માના બાકી નેતાઓ માટે એક આદર્શ નેતા ગણાવ્યા. યૂઝર્સે તેમને બાકી નેતાઓને સીખ આપતી પરંપરા માટે શુભેચ્છા પાઠવી. ટ્વિટર યૂઝર્સનો ઈસારો એવા નેતાઓ તરફ હતો જેઓ સત્તામાં ન રહેવા છતાં સરકારી બંગલા પર કબ્જો જમાવીને બેઠા હોય. સુષ્મા સ્વરાજ, ઈંદિરા ગાંધી બાદ દેશના બીજા મહિલા વિદેશ મંત્રી બની ગયાં છે અને તેમના કાર્યકાળે દરેક સામાન્ય ભારતીયનું દિલ જીતી લીધું હતું.

હંમેશા તમને યાદ કરવામાં આવશે
ટ્વિટર પર એક યૂઝરે લખ્યું કે સુષ્મા જી તમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમને હંમેશા દેશની આવી મહિલા નેતા તરીકે યાદ કરવામાં આવશે જે ઉર્જાવાન અને તાકાતવર રાજનેતા રહી. યૂઝર્સે સુષ્માને મોદી સરકારના કાર્યકાળના સૌથી કરિશ્માઈ નેતા પણ ગણાવ્યા. જ્યારે એક યૂઝરે લખ્યું કે આ વાત જોઈ બહુ દુઃખી છું કે સુષ્માઆ સરકારનો ભાગ ન બની શક્યાં. શું ખરેખર તેમણે સ્વાસ્થ્ય કારણોસર ચૂંટણી નહોતી લડી કે પછી કોઈ બીજુ્ં જ કારણ છે.

સુષ્મા ઈમોશનલ ટ્વીટ કર્યું હતું
નવી સરકારના શપથ ગ્રહણ બાદ સુષ્માએ પણ એક ઈમોશનલ ટ્વીટ કર્યું હતું. સુષ્માએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, પ્રધાનમંત્રી જી- તમે 5 વર્ષો સુધી મને વિદેશ મંત્રી તરીકે દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોની સેવા કરવાનો મોકો આપ્યો અને આખા કાર્યકાળમાં વ્યક્તિગત રીતે પણ બહુ સન્માન આપ્યું. હું તમારા પ્રત્યે બહુ આભારી છું. આપણી સરકાર બહુ યશસ્વિતાથી ચાલે, પ્રભુને મારી એટલી જ પ્રાર્થના છે. સુષ્માના વિદેશ મંત્રી ન હોવાના અહેવાલથી કેટલાય લોકો દુખી પણ થયા હતા.