For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વ્રત પુસ્તક પર વાંધાજનક ટિપ્પણી કરનાર સુષ્મિતા સિન્હા કોણ છે?

એક મહિલાનો વીડિયો વાયરલ થવા લાગ્યો. જેમાં આ મહિલા હિંદુઓની હરતાલિકા વ્રત પર વંચાતા પુસ્તક પર વાંધાજનક ટિપ્પણી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધર્મ વિશે વાંધજનક ટિપ્પણી કરવાના કેસ રોજેરોજ વધી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી આવા જ એક કેસમાં હીર ખાન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હીર ખાનનો કેસ હજુ લોકો ભૂલી નથી શક્યા કે વધુ એક મહિલાનો વીડિયો વાયરલ થવા લાગ્યો. જેમાં આ મહિલા હિંદુઓની હરતાલિકા વ્રત પર વંચાતા પુસ્તક પર વાંધાજનક ટિપ્પણી કરી રહી છે. આ મહિલાનુ નામ સુષ્મિતા સિન્હા જણાવવામાં આવી રહ્યુ છે જે પોતાનો વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વાધાજનક વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વાધાજનક વીડિયો

અત્યારે સોશિયલ મીડિયા પર હેશટેગ અરેસ્ટ સુષ્મિતા સિન્હા (#ArrestSushmitasinha) ટૉપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. લોકો આ મહિલાની ધરપકડની માંગ કરી રહ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે સુષ્મિતા સિન્હા એક ઈન્સ્ટાગ્રામર છે, તો વળી અમુકમાં તેને પત્રકાર જણાવવામાં આવી રહ્યુ છે. સુષ્મિતાએ પોતાના અકાઉન્ટ પર અમુક ફોટા પણ શેર કર્યા હતા જેના દ્વારા તેમણે કહ્યુ છે કે તે હરિતાલિકા ત્રીજ વ્રતના પુસ્તરનો ઉપયોગ ટૉયલેટ પેપર તરીકે કરી રહી છે. આ સાથે જ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પુસ્તતક વિશે ઘણુ બધુ વિવાદિત કહ્યુ છે.

વીડિયોમાં શું કહે છે સુષ્મિતા સિન્હા?

વીડિયોમાં શું કહે છે સુષ્મિતા સિન્હા?

સુષ્મિતા સિન્હાએ કહ્યુ છે, આ પુસ્તક માટે મે પંદર રૂપિયાનો ખર્ચ કર્યા, હવે આ પુસ્તક મારા કોઈ કામનુ નથી. તો હું એ વિચારી રહી છુ કે આને હું ટીશ્યુ પેપરની જેમ ઉપયોગ કરુ, શું કહેવુ છે તમારુ.' આ વીડિયો ટ્વિટર પર પણ જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો સુષ્મિતા સિન્હાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હરિતાલિકા ત્રીજ હિંદુઓનો એક પવિત્ર તહેવાર હોય છે જેમાં આ પુસ્તક વાંચવામાં આવે છે. ત્રીજને ભારત સહિત નેપાળ જેવા દેશમાં પણ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વ્રત ઘણુ અઘરુ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

સંબિત પાત્રાએ કહ્યુ - આ બેવડા માપદંડ કેમ?

સુષ્મિતા સિન્હાનો આ વીડિયો ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ પણ શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને કહ્યુ કે, 'મે અત્યારે જ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયો, એક મહિલા હિંદુ શાસ્ત્રોને ટૉયલેટ-પેપર તરીકે ઉપયોગમાં લેવા માંગે છે.. શું મને કોઈ કહેશે કે આ મહિલા કોણ છે અને આ વીડિયોની સચ્ચાઈ શું છે? ભગવાન શિવ અને મા પાર્વતી જે શાસ્ત્ર પર અંકિત હોય તેને ટૉયલેટ પેપર તરીકે...ધિક્કાર.' એક અન્ય ટ્વિટમાં સંબિત પાત્રાએ કહ્યુ, 'લોકોએ જણાવ્યુ કે આ મહિલા પત્રકાર છે, જેનુ નામ સુષ્મિતા છે. બેંગલુરુમાં દલિત યુવક નવીન પર ત્યારે બધા વરસી રહ્યા હતા.. પરંતુ સુસ્મિતાનો આ વીડિયો અભિવ્યક્તિની આઝાદી છે...આ બેવડા માપદંદ કેમ? શું હિંદુઓની કોઈ ભાવના નથી હોતી અને હિંદુઓને ઠેસ નથી પહોંચતી! આ છે ડાબેરીઓનુ સેક્યુલરિઝમ?'

શું કહી રહ્યા છે લોકો?

શું કહી રહ્યા છે લોકો?

ટ્વિટર પર ઘણા બધા લોકોએ સુષ્મિતાને ઝાટકી છે. એક ટ્વિટર યુઝરે કહ્યુ છે, 'આ સુષ્મિતા સિન્હા નામની મહિલા છે જે ભગવાન શિવ અને મા પાર્વતી જે શાસ્ત્ર પર અંકિત હોય તેને ટૉયલેટ પેપર તરીકે ઉપયોગ કરવાની વાત કરી રહી છે. આ મહિલા પબ્લિસિટી માટે કંઈ પણ કરવા તૈયાર છે, તેની સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે તેની સાત પેઢીઓ યાદ રાખે.' અન્ય એક ટ્વિટર યુઝરનુ કહેવુ છે, 'આ સુષ્મિતા સિન્હા છે, આપણા હિંદુઓના પવિત્ર વ્રત પુસ્તકને ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરી રહી છે, આવા લોકો સામે અવાજ ઉઠાવવામાં આવે.'

દેવી- દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરનાર મહિલાની ધરપકડદેવી- દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરનાર મહિલાની ધરપકડ

અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો દાવો - પાકિસ્તાનમાં નથી દાઉદઅંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો દાવો - પાકિસ્તાનમાં નથી દાઉદ

English summary
Sushmita sinha who trolled on social media on her comments over hindu vrat book in video, know all about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X