આંબેટકરનું અપમાન કરનારા અમિત શાહને સસ્પેન્ડ કરો, મલ્લિકાર્જુન ખડગે ભડક્યા
સંસદમાં દેશને બંધારણની ભેટ આપનારા બાબા સાહેબ આંબેટકરને લઈને વાણી વિલાસ કરનારા અમિત શાહ પર સતત વિપક્ષી નેતાઓ આકરા પ્રહાર કરી રહ્યાં છે.
બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે બાબા સાહેબ આંબેટકરને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વિપક્ષી પાર્ટીઓ તેને બાબા સાહેબ આંબેટકરનું અપમાન ગણાવી રહી છે અને અમિત શાહને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહી છે.

અમિત શાહની આ ટિપ્પણી બાદ તમામ વિપક્ષી દળોએ સાથે મળીને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ લોકો બંધારણમાં વિશ્વાસ નથી કરતા. તેઓ મનુસ્મૃતિ વિશે વાત કરે છે. પીએમ મોદીએ અમિત શાહના બચાવમાં 6 ટ્વીટ કર્યા. આની શું જરૂર હતી? બીઆર આંબેડકર વિશે જો કોઈ ખોટું બોલે તો તેને કેબિનેટમાંથી હટાવી દેવા જોઈએ.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પરંતુ તેઓ મિત્રો છે અને તેમના પાપોમાં એકબીજાને સાથ આપી રહ્યા છે. અમારી માંગ છે કે અમિત શાહે માફી માંગવી જોઈએ અને જો પીએમ મોદીને ડો.બાબાસાહેબ આંબેડકરમાં વિશ્વાસ છે તો તેમને અડધી રાત સુધીમાં બરતરફ કરે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમિત શાહને કેબિનેટમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેને બરતરફ કરવામાં આવે તો જ લોકો શાંત થશે, નહીં તો લોકો વિરોધ કરશે. આંબેડકર માટે લોકો પોતાનો જીવ આપવા તૈયાર છે.
બીજી તરફ અમિત શાહના વાણી વિલાસ પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, બાબા ભીમરાવ આંબેડકર ઘણા ગરીબ, શોષિત, વંચિત અને પીડિત લોકો માટે ભગવાન રહ્યા છે. આજે પણ દરેક ઘર અને ગામમાં તેની પૂજા થાય છે. બંધારણ દ્વારા તેમણે તમામ ગરીબ, શોષિત અને વંચિત લોકોને અધિકારો અને સન્માન સાથે જીવવાનો માર્ગ દેખાડ્યો છે.
તેમણે કહ્યું કે, ભાજપના લોકો નર્વસ છે અને તેથી તેમના તરફથી સમયાંતરે આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપવા માંગતી નથી, તેથી પ્રશ્નો ટાળે છે.












Click it and Unblock the Notifications
