મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપે 'આપ'ને આપ્યો ઝટકો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 8 જાન્યુઆરી: ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીમાં મહરાષ્ટ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ-રાકાંપા ગઠબંધન સાથે મુકાબલો કરવા માટે શિવસેના-ભાજપ નીત વિપક્ષ દ્વારા નાના રાજકીય સંગઠનોને જોડવાની યોજનાને આજે વધુ બળ મળ્યું તથા સ્વાભિમાન શેતકારી સંગઠન પણ ગઠબંધનમાં જોડાઇ ગયું જેના પ્રમુખ લોકસભા સદસ્ય રાજુ શેટ્ટી છે.

આ ઘટનાક્રમને આમ આદમી પાર્ટીની યોજનાઓ માટે પણ ઝટકો માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ આપ પાર્ટી મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને પશ્વિમ મહારાષ્ટ્રમાં રાજુ શેટ્ટીના સંગઠનની સાથે મળીને કામ કરવાની યોજના બનાવી રહી હતી.

advani-udhhav

રાજુ શેટ્ટીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં આપ નેતા મયંક ગાંધીએ કહ્યું હતું કે 'રાજુ શેટ્ટી અમારી સાથે વાતચીત કરવાના સંકેત આપીને શિવસેના-ભાજપ-આરપીઆઇ ગઠબંધન પ્રકારે દબાણ બનાવી રહ્યાં હતા. અમે આ પ્રકારની નીતિઓ અપનાવતાં નથી.' સ્વાભિમાની શેતકારી સંગઠને એક બેઠક બદ આ નિર્ણય કર્યો જેમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ભાજપના નેતા ગોપીનાથ મુંડે અને આરપીઆઇ નેતા રામદાસ અઠાવલેની સાથે રાજુ શેટી હાજર હતા. બેઠક ઉદ્ધવ ઠાકરેના ઘરે યોજાઇ હતી.

આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતાં શેતકારી સંગઠનના નેતા રઘુનાથ પાટીલે કહ્યું હતું કે 'રાજુ શેટ્ટી ખેડૂતોના નેતા નથી. તે સંયોગથી લોકસભાના સભ્ય બની ગયા છે.' ગઠબંનમાં રાજુ શેટ્ટીના સંગઠનને કેટલી સીટો પર ચૂંટણી લડવાની તક મળશે, એ હજુ સુધી સ્પષ્ટ નથી. 2009ની લોકસભાની ચૂંટણીમાં શિવસેના 48માંથી 26 લોકસભા સીટો લોકસભા સીટો પર લડી હતી તો બીજી તરફ ભાજપે 22 સીટો પર ભાગ્ય અજમાવ્યું હતું. જો કે આ વખતે આરપીઆઇ અને રાજુ શેટ્ટીનું સંગઠન પણ કેટલીક સીટો માટે દાવેદાર હશે.

English summary
The plans of the Shiv Sena-BJP-led opposition alliance to rope in smaller political groups to take on the ruling Congress-NCP combine in the forthcoming polls got a boost on Tuesday with the Swabhimaani Shetkari Sanghatana, led by Lok Sabha member Raju Shetty, joining the fold.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.