For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છ સર્વેક્ષણઃ AAPનો જોરદાર પ્રહાર, કહ્યુ - ભાજપે દિલ્લીને બનાવી દીધુ કૂડા-કચરાનુ કેન્દ્ર

સ્વચ્છ સર્વેક્ષણમાં દિલ્લીના ખરાબ પ્રદર્શન પર આમ આદમી પાર્ટી(AAP)ના રાજેન્દ્રનગર ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકાર અને દિલ્લી નગર નિગમ વચ્ચે અધિકારીની લડાઈ વચ્ચે સ્વસ્છા નેવે મૂકાઈ ગઈ હોય તેવુ જણાઈ રહ્યુ છે. સ્વચ્છ સર્વેક્ષણમાં દિલ્લીના ખરાબ પ્રદર્શન પર આમ આદમી પાર્ટી(AAP)ના રાજેન્દ્રનગર ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે ભાજપ શાસનની અંદર દિલ્લી નગર નિગમ(MCD)એ દિલ્લીને કૂડા-કચરાનુ કેન્દ્ર બનાવી દીધુ છે અને આનાથી લોકો તંગ આવી ગયા છે. તેમણે કહ્યુ કે ભાજપના કારણે દિલ્લી શરમમાં મૂકાઈ છે. એમસીડી ચૂંટણી જલ્દી થવી જોઈએ.

AAP

દેશની રાજધાની દિલ્લી કેન્દ્ર સરકારની 'સ્વચ્છ સર્વેક્ષણ 2022'માં ઘણી પાછળ રહી ગઈ છે. હવે આ અંગે આમ આદમી પાર્ટીએ એમસીડી પર નિશાન સાધ્યુ છે. આપ પાર્ટી તરફથી રવિવારે કહેવામાં આવ્યુ છે કે હાલમાં આવેલા સર્વેના પરિણામોમાં દિલ્લીને જે સ્થાન મળ્યુ છે તેણે એક વાર ફરીથી ભાજપની અયોગ્યતા સાબિત કરી છે. આપે દિલ્લીમાં વહેલી તકે એમસીડી ચૂંટણી કરાવવાની માંગ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે સ્વચ્છતા વિશે કરવામાં આવેલા સર્વેમાં દિલ્લી 45 શહેરોમાં ઘણુ નીચે રહી ગયુ છે. શનિવારે આ સર્વેના પરિણામો જાહેર થયા. સૌથી સાફ શહેરમાં ઈન્દોર ટૉપ પર રહ્યુ, જ્યારે રાજ્યોમાં મધ્ય પ્રદેશ, બીજા નંબરે છત્તીસગઢ રહ્યુ. હવે દિલ્લીના ખરાબ પ્રદર્શનનુ ઠીકરુ ભાજપ પર ફૂટી રહ્યુ છે. આપે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે શરમજનક પરિણામોથી ભાજપની અયોગ્યતા જાણવા મળી છે જે લગભગ 15 વર્ષોથી એમસીડી પર રાજ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2022માં નવી દિલ્લી નગર નિગમ(એનડીએમસી)ને 37મો રેન્ક મળ્યો છે. ઈસ્ટ કૉર્પોરેશન 34મા અને સાઉથ કૉર્પોરેશન 28માં સ્થાને છે. સર્વેના પરિણામો પર આમ આદમી પાર્ટીના એમસીડી ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યુ કે ભાજપના કારણે દિલ્લી શરમમાં મૂકાઈ છે. દુર્ગેશ પાઠક ઉપરાંત આપના રાજેન્દ્રનગરના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકાળમાં દિલ્લી નગર નિગમે દિલ્લીને કૂડા-કચરાનુ કેન્દ્ર બનાવી દીધુ છે. લોકો આનાથી તંગ આવી ગયા છે.

આપ નેતાએ કહ્યુ કે આજે દિલ્લીમાં ચારે તરફ કૂડો ફેલાયેલો છે અને લોકો આનાથી આઝાદી ઈચ્છે છે. અમે માંગ કરીએ છીએ કે એમસીડી ચૂંટણી જલ્દી થાય. તેમણે દાવો કર્યો કે આ ચૂંટણીમાં આપ સારા મતોથી જીતશે. તેમણે કહ્યુ કે જો આપને વોટ મળ્યો ત અમે દિલ્લીન સ્વચ્છ બનાવીશુ. રસપ્રદ એ છે કે આ વર્ષના અંતે દિલ્લીમાં નગર નિગમની ચૂંટણી થવાની આશા છે. આમ આદમી પાર્ટીએ આની તૈયારી પણ શરુ કરી દીધી છે. આ ચૂંટણીને જોતા અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળીએ નિગમ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ ઉઠાવવાનુ પણ શરુ કરી દીધુ છે.

English summary
Swachh Survekshan 2022: Aam Aadmi Party hits on bjp, demands mcd election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X