સ્વરા ભાસ્કરને રાહુલ ગાંધીનો અંદાઝ ગમ્યો, કંઈક આવું કહ્યું

હાલમાં જ ચેન્નાઇ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોલેજની છાત્રાઓ સાથે વાતચીત કરી અને તેમના સવાલોના જવાબ પણ આપ્યા.

હાલમાં જ ચેન્નાઇ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોલેજની છાત્રાઓ સાથે વાતચીત કરી અને તેમના સવાલોના જવાબ પણ આપ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો. ખરેખર આ વીડિયોમાં એક યુવતી રાહુલ ગાંધીને સવાલ કરતા પહેલા તેમને "સર" કહીને સંબોધન કરે છે. ત્યારે રાહુલ ગાંધી તેને વચ્ચે ટોકે છે અને સરને બદલે ફક્ત રાહુલ કહેવા માટે કહે છે. તેના પર બધા જ લોકો હસી પડે છે. આ વીડિયો પર લોકોની ઘણી કમેન્ટ આવી રહી છે. તેમાં બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ જોડાઈ ચુકી છે.

આ પણ વાંચો: ભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ

રાહુલ ગાંધી અંગે કંઈક આવું બોલી સ્વરા ભાસ્કર

રાહુલ ગાંધીના આ વીડિયો પર સ્વરા ભાસ્કરે ટવિટ કરતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. તેમને કહ્યું કે વીડિયોના અંતમાં બાળકીના રિએક્શન ખુબ જ ક્યૂટ છે, મને અઘરા સવાલ પૂછો, સારી રીતે જવાબ આપ્યો રાહુલ ગાંધી. આ ટવિટ સાથે સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીનો એક વીડિયો પણ શેર કર્યો છે. સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીથી ખુબ જ પ્રભાવિત થઇ હોય તેવું લાગી રહ્યું છે.

બેબાકી સાથે પોતાનું મંતવ્ય

બેબાકી સાથે પોતાનું મંતવ્ય

સ્વરા ભાસ્કર હંમેશા કોઈ પણ મુદ્દે પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે રાખે છે તેને કારણે ઘણીવાર તેના વખાણ થાય છે, તો ઘણીવાર તેને ટ્રોલ પણ થવું પડે છે. સ્વરા ભાસ્કર તેના ટ્રોલર્સને સારી રીતે જવાબ પણ આપે છે.

શુ પીએમ મોદીએ ક્યારેય પણ તમારી સાથે વાત કરી?

શુ પીએમ મોદીએ ક્યારેય પણ તમારી સાથે વાત કરી?

રાહુલ ગાંધીએ અહીં છાત્રાઓ સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ ક્યારેય પણ તમારી વચ્ચે ઉભા રહીને વાત કરી? તમારા સવાલોના જવાબ આપ્યા? એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે 2019 દરમિયાન સરકાર બનવા પર અમે મહિલાઓને આરક્ષણ આપીશુ. 33 ટકા સીટો મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X