ભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ખુબ જ જલ્દી ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરશે.

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ખુબ જ જલ્દી ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપની પહેલી લિસ્ટમાં પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજા ઘણા મંત્રીઓના નામ શામિલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોની પહેલી લિસ્ટમાં ઉત્તરપ્રદેશની 20 સીટો પર પણ નામની જાહેરાત થશે.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાનીએ સાંસદ ફંડનો દુરુપયોગ કર્યો, ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ

વારાણસીથી જ લડશે પીએમ મોદી

વારાણસીથી જ લડશે પીએમ મોદી

ભાજપની પહેલી લિસ્ટમાં ઉત્તરપ્રદેશના 20 ઉમેદવારોની લિસ્ટમાં પીએમ મોદીનું નામ પણ હશે. તેઓ વારાણસીથી ચૂંટણી લડશે પીએમ મોદી હાલમાં વારાણસીના જ સાંસદ છે. તેઓ ફરી અહીંથી જ ચૂંટણી લડશે. મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ, આગ્રાથી રામશંકર કઠેરિયા, સહરાનપુરથી રાઘવ લખનપાલ શર્મા, બરેલીથી સંતોષ ગંગવાર, એટાથી રાજવીર સિંહનું નામ પહેલી લિસ્ટમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

રાજનાથ સિંહ, વરુણ ગાંધી અને હેમા માલિનીની સીટો બદલાશે

રાજનાથ સિંહ, વરુણ ગાંધી અને હેમા માલિનીની સીટો બદલાશે

ઉત્તરપ્રદેશમાં રાજનાથ સિંહ, વરુણ ગાંધી અને હેમા માલિનીની સીટો બદલાશે તેવી ચર્ચા થઇ રહી છે. રાજનાથ સિંહને ગૌતમબુદ્ધનગર સીટથી ટિકિટ આપવામાં આવી શકે છે, જેઓ હાલમાં લખનવથી સાંસદ છે. પીલીભીતથી મેનકા ગાંધીને બદલે તેમના દીકરા વરુણ ગાંધી આવી શકે છે. જયારે મથુરાના સાંસદ હેમા માલિનીને ફતેહપુર સિકરીથી ટિકિટ મળી શકે છે.

11 એપ્રિલથી સામાન્ય ચૂંટણી

11 એપ્રિલથી સામાન્ય ચૂંટણી

17મી લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલથી 19 મેં વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. 23 મેં દરમિયાન પરિણામ પણ જાહેર થઇ જશે. 2014 દરમિયાન એનડીએ 336 સીટો પર જીતી હતી, જેમાં ભાજપે બહુમત કરતા પણ વધારે 282 સીટો મેળવી હતી. તેવી સ્થિતિમાં ભાજપ સામે જૂનું પ્રદર્શન ફરી કરવા માટે પડકાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X