સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી 600ના મોત, જાણો લક્ષણો અને ઉપાય..
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: ભારતીયો અને ભારત સરકાર માટે માથાનો દુ:ખાવો બનેલ સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આ ફ્લૂનો લોકોમાં એવો તે ભય વર્તાઇ રહ્યો છે કે માત્ર હળવી ઉધરસ પણ તેમને આવે તો તેઓ તેને સ્વાઇન ફ્લૂ સમજી બેસે છે. આ બીમારીથી દેશમાં અત્યાર સુધી લગભગ 600 જેટલા મોત થઇ ચૂક્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હી સ્વાઇન ફ્લૂની વેક્સીન ટેમી ફ્લૂની ખોટથી ઝઝૂમી રહી છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે, જેની સામે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ પાંગળુ સાબિત થઇ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 1935 કેસ પોઝીટીવ નોંધાયા છે. જ્યારે 160 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂની સૌથી વધારે અસર અમદાવાદમાં જોવા મળી રહી છે.

જાણકારી જ બચાવ છે
નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂ એચ1એન1 વાયરસના કારણે થનાર એક સંક્રમણજન્ય રોગ છે જે કોઇ પણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. આ વાયરસ દૂષિત વાતાવરણ, દૂષિત વાયુ અને શ્વાસ લેવાના માધ્યમથી સંક્રમિત થાય છે.
સ્વાઇન ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગેની જાણકારી મેળવવા માટે Next પર ક્લિક કરો...












Click it and Unblock the Notifications
