For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સ્વાઇન ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: ભારતીયો અને ભારત સરકાર માટે માથાનો દુ:ખાવો બનેલ સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આ ફ્લૂનો લોકોમાં એવો તે ભય વર્તાઇ રહ્યો છે કે માત્ર હળવી ઉધરસ પણ તેમને આવે તો તેઓ તેને સ્વાઇન ફ્લૂ સમજી બેસે છે. આ બીમારીથી દેશમાં અત્યાર સુધી લગભગ 600 જેટલા મોત થઇ ચૂક્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હી સ્વાઇન ફ્લૂની વેક્સીન ટેમી ફ્લૂની ખોટથી ઝઝૂમી રહી છે.

જ્યારે કોઇને સ્વાઇન ફ્લૂ થાય છે તો તેને જોરદાર તાવ, માથાનો દુ:ખાવો, ઠંડી લાગવી, ધ્રૂજારી, ગળામાં ખાસી, છીંક આવવી, નાકમાંથી સતત પાણી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, થાક, શરીર તૂટવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો આ તમામ સ્વાઇન ફ્લૂના લક્ષણો છે.

swine flu
સ્વાઇન ફ્લૂના લક્ષણો

  • સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને " સૂકી ઉધરસ " ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે.
  • કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે.
  • ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિ્તઓનો સમાવેશ થાય છે.
  • યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.

પુખ્ત વ્યકિ્તઓમાં :

શ્વાસ લેવામાં મૂશ્કેલી કે હાંફ ચઢવો
છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
અચાનક મૂર્ચ્છા
ગૂંચવણ
ભારે અથવા સતત ઊલ્ટી
ઓછું ઉષ્ણતામાન

બાળકોમાં :

ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત
ત્વચાનો રંગ વાદળી
પૂરતું પ્રવાહી ન પીવાય
જાગવું નહી કે આંતરક્રિયા ન કરવી
એટલા ચીઢીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં
ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે
લાલ ચકામા સાથે તાવ
ખાઈ ન શકાય
રડે ત્યારે આંસુ ન નીકળે

English summary
Early signs of influenza A (H1N1) are flu-like, including fever, cough, headache, muscle and joint pain, sore throat and runny nose, and sometimes vomiting or diarrhoea. Like seasonal flu, swine flu may cause a worsening of underlying chronic medical conditions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X