તાજ મહેલ : વિશ્વનું ત્રીજું સૌથી ચર્ચિત સ્મારક

આ એવોર્ડમાં વિશ્વના સૌથી વધારે ચર્ચિત 25 સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં પ્રથમ ક્રમે પેરુના માચુ પીચુમાં પ્રાચિન ઇંકા સભ્યતાના ભગ્નાવશેષ અને બીજા ક્રમે કંબોડિયાનું અંગકોરવાટ મંદિર પરિસર છે.
કંપનીએ જણાવ્યું છે કે ટ્રાવેલ ચોઇસ એટ્રેક્શન્સ એવોર્ડના વિજેતાઓની પસંદગી પર્યટકોની સમીક્ષામાં સ્થળની ગુણવત્તા અને માત્રાને આધારે કરવામાં આવી છે. તાજ મહેલને 1983માં યુનેસ્કોએ વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કર્યો હતો. તાજ મહેલને જોવા માટે દર વર્ષે અંદાજે 20થી 40 લાખ લોકો વિશ્વભરમાંથી આવે છે. તેમાથી 2 લાખથી વધારે વિદેશી પર્યટકો હોય છે.












Click it and Unblock the Notifications
