કોરોના વેક્સીનના સાઇડ ઇફેક્ટ્સવાળી વાત ભ્રામક, ICMR ના DGનો દાવો
Corona Vaccine: BHU દ્વારા કોરોના રસીની આડ અસરોનો દાવો કરતા અભ્યાસને લઈને ઘણા મીડિયા અહેવાલો સામે આવ્યા છે. જેમાં ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે BHUના સંશોધનને ટાંકીને કરેલા દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું હતું કે, કોવેક્સીન રસી આપવામાં આવેલા 30 ટકા લોકોને ગંભીર આડઅસર જોવા મળી હતી.
Covaxin ની આડઅસરો પર તાજેતરમાં BHU માં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધન વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું હતું. આ પછી, મીડિયામાં Covaxin ની આડઅસરો વિશે ઘણા અહેવાલો આવ્યા હતા.
એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવેક્સીન રસી આપવામાં આવેલ 30 ટકા લોકોને અમુક પ્રકારની આડઅસરનો અનુભવ થયો હતો. આ પછી, ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRએ આ સંશોધન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

હવે ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે અભ્યાસના લેખકો અને જર્નલના સંપાદકોને પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ સંશોધન સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા તથ્યો પર આધારિત છે. આને ICMR સાથે કોઈ લેવાદેવા નથી.
ICMRએ જણાવ્યું હતું કે, તેણે આ માટે ટેકનિકલ કે નાણાકીય સહાય પૂરી પાડી નથી. એટલું જ નહીં, તેણે ICMRનું નામ હટાવવા માટે પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, BHU અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકોને Covaxin રસી આપવામાં આવી હતી. તેમાંથી 30 ટકા લોકોને કોઈને કોઈ આડ અસર જોવા મળી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRએ આ અભ્યાસ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
ICMRના ડાયરેક્ટર જનરલે પ્રોફેસર શંખશુભ ચક્રવર્તી, જેરિયાટ્રિક મેડિસિન વિભાગના અધ્યક્ષ અને ડૉ. ઉપિન્દર કૌરને નોટિસ પાઠવી છે. આની એક નકલ IMS BHUના ડાયરેક્ટર પ્રોફેસર એસએન શંખવારને પણ મોકલવામાં આવી છે. બીજી તરફ, પ્રોફેસર ચક્રવર્તીએ તેમના સંશોધનના પ્રકાશનમાં ICMR તરફથી નાણાકીય અને તકનીકી સહાયની વાત કરી છે.












Click it and Unblock the Notifications
