For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરુષિ હત્યાકાંડઃ તલવાર દંપત્તિની પૂર્વ CBI નિદેશકની જુબાનીની માગ

|
Google Oneindia Gujarati News

aarushi-talwar
ગાજિયાબાદ, 1 મેઃ આરુષિ-હેમરાજ હત્યાકાંડ મામલે સીબીઆઇએ આરુષિના પિતા રાજેશ તલવારને આરોપી ગણાવ્યા છે અને તેની માતા નૂપુર તલવારને રાજેશ તલવારની મદદ કરવા બદલ સહરોપી બનાવ્યા છે. સીબીઆઇએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, આરુષિ અને હેમરાજની હત્યા બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ રાજેશ તલવારે કરી.

બીજી તરફ આ મામલે ફસાયા બાદ રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને સીબીઆઇના પૂર્વ સંયુક્ત નિદેશક અરુણ કુમારની જુબાનીની માગ કરી છે. અરુણ કુમારની તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તલવાર દંપતિએ પુત્રી આરુષિ અને તેમના નોકર હેમરાજની તેમના નોકરોએ હત્યા કરી હતી.

તલવારના વકિલે વિશેષ ન્યાયાધિશ શ્યામ લાલ સમક્ષ આવેદન આપ્યું અને તેમણે કુમારે અદાલતમાં સાક્ષી તરીકે તલબ કરવા અનુરોધ કર્યો છે. અરુણ કુમારે જુન 2008થી એપ્રિલ 2009 સુધી આ મામલે તપાસ કરી હતી અને તલવાર પરિવારના ત્રણ નોકરો અને તેમના મિત્રોની ધરપકડ કરી હતી. જો કે, કોર્ટમાં તેમની તપાસ સામે પ્રશ્નો ઉઠ્યા બાદ મામલાની યોગ્ય તપાસ કરવા માટે નવી ટીમની રચના કરવામાં આવી હતી. નોઇડાના સેક્ટર-25માં આરુષિ 16 મે 2008એ પોતાના બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. તેના બીજા દિવસે હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો.

English summary
Aarushi case: Talwars file petition in special CBI court, want top UP cop Arun Kumar as witness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X