For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતાને ફરીથી હાર્ટ એટેક, હાલત નાજુક, તમિલનાડુની સુરક્ષા વધારાઇ

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત બગડ્યા બાદ તેમને ફરી એક વાર હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને ફરીથી હાર્ટ એટેક આવતા તેમને અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અપોલો હોસ્પિટલના જણાવ્યા અનુસાર સાંજે લગભગ 4.30 વાગે અમ્માને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમની તબિયત અચાનક વધુ ખરાબ થઇ ગઇ.

jayalalitha

અમ્માની સારવાર માટે ડોક્ટરોની ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી છે. અપોલો હોસ્પિટલે રાત્રે સાડા નવ વાગે પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમને હાલમાં સીસીયુમાં સારવાર પાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે 74 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ અગાઉ પણ તેમને એક વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે.

અમ્માની તબિયતના સમાચાર મળતા જ હોપિટલની બહાર સમર્થકોની ભીડ જામી ગઇ હતી. બધા પોલિસ સ્ટેશનોને હાઇ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર 200 જવાનોની સ્પેશિયલ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મંત્રીઓની સાથે સાથે પક્ષના તમામ નેતા અને મોટા અધિકારી હોસ્પિટલમાં પહોંચી ગયા છે. સૂત્રો અનુસાર અર્ધસૈનિક દળો પણ તૈનાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

English summary
Tamil Nadu CM Jayalalithaa suffered a cardiac arrest this evening, says Apollo Hospital. She is being treated, monitored by experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X