For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Red Alert: તમિલનાડુમાં ચક્રવાત 'Fani' મચાવી શકે કહેર, માછીમારોને સમુદ્રમાં ન જવા નિર્દેશ

Red Alert: તમિલનાડુમાં ચક્રવાત 'Fani' મચાવી શકે કહેર, માછીમારોને સમુદ્રમાં ન જવા નિર્દેશ

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુમાં ખરાબ હવામાનની સંભાવનાને પગલે 30 એપ્રિલ અને એક મેના રોજ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દિવસોમાં ચક્રવાતી તોફાન 'ફાની' રાજ્યમાં ઉત્તરી તટ પર આવે તેવી આશંકા છે અને આ કારણે જ માછીમારોને આગામી અઠવાડિયા દરમિયાન સમુદ્રમાં ન જવા માટેની સલાહ પણ આપવામાં આી છે, આ તોફાનની અસર પાડોસી રાજ્યો પર પણ પડી શકે છે માટે કેરળ અને કર્ણાટકમાં પણ લોકોને સતર્ક રહેવા કહી દેવામાં આવ્યું છે.

રેડ અલર્ટ પર તમિલનાડુ

રેડ અલર્ટ પર તમિલનાડુ

ભારતીય હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગરની પાસે ભૂમધ્યરેખાની પાસે ઓછું દબાણ નોંધાયું છે, જેને કારણે સાઈક્લોન 30 એપ્રિલે ઉત્તર તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેને કારણે તમિલનાડુ અને પોંડીચેરીના તટીય સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે, એવામાં આંધી તોફાનની સાથોસાથ ગાજ અને 115 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલશે, જેનાથી ભારે તબાહી મચી શકે છે.

ચક્રવાત Fani મચાવી શકે તબાહી

ચક્રવાત Fani મચાવી શકે તબાહી

પ્રશાસને એવા હાલાતથી નિપટવા માટે તૈયારી શરૂ કરી દીધી છે, જો આઈએમડીની ચેતવણી યોગ્ય સાબિત થાય છે અને ચક્રવાર 'ફાની' તમિલનાડુમાં દસ્તક આપે છે તો આ છ મહિનાની અંદર રાજ્યમાં એવી બીજી સ્થિતિ હશે, અગાઉ નવેમ્બર 2018માં અહીં ચક્રવાત 'ગાઝા'એ ભારે તબાહી મચાવી હતી, જેમાં 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ભારે આર્થિક નુકસાન થયું હતું.

કર્ણાટક અને તમિલનાડુમાં આજે વરસાદ

કર્ણાટક અને તમિલનાડુમાં આજે વરસાદ

તમિલનાડુ અને કર્ણાટકના કેટલાય સ્થળો પર આજે વરસાદ થઈ શકે છે અને આંધી આવી શકે છે, જ્યારે હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશમાં આજે હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે, સ્કાઈમેટ મુજબ આજે ઉત્તર પૂર્વીય ભારતમાં આગલા 36થી 48 કલાક દરમિયન કેટલાય સ્થળો પર તેજ આંધીની સાથોસાથ વરસાદ થઈ શકે છે.

અલનીનો પરેશાન નહિ કરે

અલનીનો પરેશાન નહિ કરે

હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યની નજીક રહેશે. હવામાન ખાતાએ અલનીનોને લઈ દુનિયાભરની એજન્સીઓની આશંકાઓને ફગાવી દીધી છે, તેમનું કહેવું છે કે ચોમાસામાં દેશમાં લાંબી અવધીથી સરેરાશ 96 ટકા વરસાદની શક્યતા છે. અગાઉ આશંકા હતી કે અલનીનોને કારણે ચોમાસા પર અસર પડી શકે છે. હવામાન વિભાગ ચોમાસાની આગામી અપડેટ જૂનના પહેલા અઠવાડિયામાં આપશે.

આખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું?આખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું?

English summary
Tamil Nadu coast, including Chennai, is expected to receive heavy rains for the next few days following formation of a low pressure in the Bay of Bengal which could transform into Cyclone Fani by next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X