For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tamil Nadu Rain: તમિલનાડુમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ, 26 જિલ્લાઓમાં સ્કૂલો-કૉલેજો બંધ

ભારતીય હવામાન વિભાગે તમિલનાડુમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

Tamil Nadu Heavy Rain Alert: ભારતીય હવામાન વિભાગે તમિલનાડુમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમિલનાડુના ચાર જિલ્લા તિરુવલ્લૂર, રાનીપેટ, ડિંડીગુલ, થેની અને નીલગિરી અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ચેન્નઈ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે પણ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. ચેન્નઈ સહિત રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

rain

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ શ્રીલંકાના આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર શનિવાર સવાર સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે શનિવાર અને રવિવારે સમગ્ર તમિલનાડુ અને કેરળને આવરી લે તેવી શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ચેન્નઈના એક અધિકારીએ જણાવ્યુ હતુ. તિરુવલ્લુર જિલ્લા કલેક્ટર ડૉ. આલ્બી જોન વર્ગીસએ આજે ​​શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી. રેડ એલર્ટ જાહેર થયા બાદ તેમણે શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી.

ચેન્નઈના ઘણા ભાગો અને પડોશી જિલ્લાઓ કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટમાં શ્રીલંકા તટથી દૂર બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રના પ્રભાવમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે શહેરમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રામનાથપુરમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને રાજ્યના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાકમાં ચેન્નાઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 48 કલાકમાં શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

English summary
Tamil Nadu Rain: Heavy rain red alert in 26 district, school college closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X