For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલ

તમિલનાડુના તિરુપાથુરમાં રહેતી એમ એ સ્નેહાને પોતાના નામમાંથી કોઈ પણ ધર્મ કે જાતિની ઓળખવાળા ટાઈટલથી છૂટકારો મળી ગયો છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તિરુપાથુરમાં રહેતી એમ એ સ્નેહાને પોતાના નામમાંથી કોઈ પણ ધર્મ કે જાતિની ઓળખવાળા ટાઈટલથી છૂટકારો મળી ગયો છે. તેમના બર્થ સર્ટિફિકેટ, શાળા સર્ટિફિકેટમાં કાસ્ટ કૉલમને ખાલી છોડી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તમિલનાડુની સરકારે સ્નેહા માટે જાતિ અને ધર્મ વિનાનુ અધિકૃત સર્ટિફિકેટ જાહેર કર્યુ છે. આ સાથે જ આવુ પ્રમાણપત્ર મેળવનાર સ્નેહા દેશની પહેલી વ્યક્તિ બની ગઈ છે. સ્નેહાએ આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યુ કે, જ્યારે સરકાર સમાજનું પ્રમાણપત્ર આપી શકે છે તો મને લાગે છે કે તે જાતિ અને ધર્મ રહિત પ્રમાણપત્ર કેમ ન આપી શકે. શરૂઆતમાં મે પત્ર દ્વારા આવા સર્ટિફિકેટની માંગ કરી. બાદમાં મે આ રીતે અપ્લાય કર્યુ જેમ કોઈ ધર્મ કે જાતિ માટે પ્રમાણપત્રની માંગ કરે છે.'

woman

છેવટે સ્નેહાને આ મહિને સરકારે આ પ્રમાણપત્ર આપી દીધુ. સ્નેહાએ કહ્યુ કે મારો પરિવાર, માતાપિતા, બહેન, પતિ અને પુત્રી કોઈ જાતિ અને ધર્મની ઓળખ વિના જીવી રહ્યા છે. પ્રમાણપત્ર માત્ર એક દસ્તાવેજ છે. અમે બધા નાસ્તિક છીએ. અહીં જ્યાં ભારતમાં લોકોને નામ અને ટાઈટલથી તેમના ધર્મ વિશે માલુમ પડે છે ત્યાં સ્નેહા અને તેમના પતિએ પોતાની ત્રણ પુત્રીઓના નામ અલગ અલગ ધર્મના આધાર પર રાખ્યા છે.

સ્નેહાની ત્રણ પુત્રીઓના નામ બૌદ્ધ, ક્રિશ્ચયન અને મુસ્લિમ ધર્મના આધારે રાખ્યા છે- અધિરાઈ નસરીન, અધીલ ઈરીની, અરીફી જેવા નામ રાખ્યા છે. આ ઉપરાંત સ્નેહાની બંને નાની બહેનોના નામ મુસ્લિમ અને ક્રિશ્ચયન ધર્મના આધાર પર મુમતાઝ સુરૈયા અને જેનિફર છે. સ્નેહાએ જણાવ્યુ કે અમે એક અલગ વાતાવરણમાં મોટા થયા છે. અમારા ઘરમાં કમ્યુનિસ્ટ લોકો આવતા હતા. પુસ્તકોમાં પણ અમે કમ્યુનિઝમ ભણતા હતા અને હું અને મારી બહેન આને જ ફોલો કરીએ છીએ.

આ પણ વાંચોઃ એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને બીએસએફે નષ્ટ કર્યુઆ પણ વાંચોઃ એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને બીએસએફે નષ્ટ કર્યુ

English summary
tamil nadu: for the first time casteless and religionless certificate issued to someone in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X