For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIVE: જયલલિતા અંગે સાંજે 6 વાગે થઇ શકે છે કોઇ ઘોષણા

એઆઇએડીએમકે પ્રમુખ અને અમ્માના નામથી લોકપ્રિય તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને રવિવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તે અપોલો હોસ્પિટલામાં ઇસીએમઓ સપોર્ટ સિસ્ટમ પર છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

એઆઇએડીએમકે પ્રમુખ અને અમ્માના નામથી લોકપ્રિય તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને રવિવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તે અપોલો હોસ્પિટલમાં ઇસીએમઓ સપોર્ટ સિસ્ટમ પર છે.

jayalalitha

એઆઇએડીએમકે પ્રમુખ અને અમ્માના નામથી લોકપ્રિય તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની સર્જરી થઇ રહી છે. અપોલો હોસ્પિટલે પહેલી વાર નિવેદન જારી કરીને કહ્યુ છે કે જયલલિતાની હાલત અત્યંત ગંભીર છે.

apollo

તમને જણાવી દઇએ કે તમિલનાડુની મુખ્યમંત્રી જયાલલિતાની આજે સવારે સર્જરી કરવામાં આવી હતી જેની જાણકારી એઆઇએડીએમકેના પ્રવકતા સીઆર સરસ્વતીએ મીડિયાને આપી હતી. અપોલો હોસ્પિટલ બહાર ભારે ભીડ હાલમાં અપોલો હોસ્પિટલની બહાર ભારે ભીડ જમા થઇ ગઇ છે. લોકો પોતાની નેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. સરકારે હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.

jaya

જયલલિતાને મળવા માટે સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ ચેન્નઇ રવાના થઇ ગયા છે. વળી તમિલનાડુના ગવર્નર પણ પરિસ્થિતિને જોતા ચેન્નૈમાં રોકાયા છે. તમિલનાડુના ગવર્નરે ગૃહમંત્રી રાજનાથ સિંહને જાણકારી આપી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે. કાયદો અને વ્યવસ્થા અંગે કોઇ પણ સમસ્યા નથી.

કેન્દ્રએ અપોલો હોસ્પિટલ માટે ડોક્ટરોની વિશેષ ટીમ મોકલી દીધી છે. આ દરમિયાન વેંકૈયા નાયડુએ તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્ય સચિવ સાથે જયલલિતાની તબિયત અંગે વાત કરી છે. બધા એઆઇએડીએમકે નેતાઓને સવારે 11 વાગે અપોલો હોસ્પિટલ ભેગા થવા માટે કહી દેવામાં આવ્યુ છે.

jaya

આ તરફ કર્ણાટક પરિવહન નિગમે અસ્થાયી રુપે તમિલનાડુ માટે બસ સેવાઓ રોકી દીધી છે. તમિલનાડુમાં તણાવની પરિસ્થિતિને જોતા સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. તિરુવન્નામલાઇમાં કેટલીક બસો ઉપર પત્થર ફેંકાયા બાદ પરિવહન નિગમે સાવચેતીના પગલા રુપે બસ સેવાઓ અસ્થાયી રુપે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. બસ સેવાઓ ક્યારે ચાલુ થશે તે અંગે હજુ કંઇ પણ કહેવામાં આવ્યુ નથી. વળી કર્ણાટક-તમિલનાડુ સીમા પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મોટી સંખ્યામાં પોલિસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

English summary
Tamilnadu CM Jayalalithaa admitted at the Apollo Hospital after she suffered a cardiac arrest on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X