Tatkal Ticket Booking: આજથી રેલવે ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, આધાર OTP વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય
Tatkal Ticket Booking 2025: IRCTCએ Tatkal ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે, જે આજથી લાગુ થઈ રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર ફરજિયાત રહેશે, જેના પર OTP આવશે. જો તમે IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો, તમે આજથી તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં.

રેલવેમાં ટિકિટ બુકિંગ
ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત 15 જુલાઈથી, ટિકિટ બુકિંગ (ઓનલાઇન અથવા ઓફલાઇન) માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. જે બાદ તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો.
નવા નિયમથી Tatkal Ticket Bookingમાં પારદર્શિતા આવશે
IRCTCના આ નવા નિયમથી Tatkal Ticket Booking પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. તેમજ એજન્ટો દ્વારા થતો દુરુપયોગ રોકાશે અને મુસાફરોની ઓળખની પુષ્ટિ થશે. પહેલા મોટાભાગે એજન્ટો Bulkમાં ટિકિટ બુક કરી લેતા હતા, જેથી સામાન્ય નાગરિકોને ટિકિટ નહોતી મળતી. તેથી હવે માત્ર એજ યાત્રી Tatkal Ticket બુક કરાવી શકશે, જેમનું આધાર લિંક હશે.
શું આ નિયમો ફક્ત Tatkal Ticket Booking માટે જ છે ?
હા, આ નિયમો ફક્ત Tatkal Ticket Booking માટે જ છે. જનરલ ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે આધાર ઓથેન્ટિકેશનની જરૂર નથી.












Click it and Unblock the Notifications
