પૈસાનું સંકટ: નોટોની જમાખોરી પર ટેક્સ વિભાગના દરોડા
એકબાજુ ભારતીય રિઝર્વ બેંક વધારે પૈસાની સપ્લાય કરી રહી છે તો બીજી બાજુ ઈન્ક્મ ટેક્સ વિભાગ જમાખોરી કરનાર સામે દરોડા પાડી રહી છે.
દેશના ઘણા રાજ્યોમાં પૈસાની ખોટ પુરી કરવા માટે તાકાત લગાવવામાં આવી રહી છે. એકબાજુ ભારતીય રિઝર્વ બેંક વધારે પૈસાની સપ્લાય કરી રહી છે તો બીજી બાજુ ઈન્ક્મ ટેક્સ વિભાગ જમાખોરી કરનાર સામે દરોડા પાડી રહી છે. હાલમાં લેટેસ્ટ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 30 થી 35 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. બિહારમાં એટીએમ ઘ્વારા 800-900 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કેશ માટે વધારે તકલીફ પડી રહી છે. ત્યાં મોટા ઠેકેદારો ઈન્ક્મ ટેક્સ વિભાગના જાંચમાં આવી રહ્યા છે.

રોકડ વધારે નથી મળી
હજુ સુધી જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં રોકડ વધારે મળી નથી. પરંતુ આવનારા સમયમાં વધારે દરોડા પાડવામાં આવશે. ખરેખર દેશમાં ઘણા રાજ્યોમાં કરન્સી સમસ્યાનું મુખ્ય કારણ 2000 રૂપિયાની નોટોની જમાખોરી માનવામાં આવી રહી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ એવા લોકો પર વધારે ધ્યાન આપી રહ્યા છે જેમને છેલ્લા કેટલાક દિવસોમાં રોકડ લેવડ દેવળ કરી છે.

સરકારને શંકા
સરકારને શંકા છે કે કાળા ધન રૂપે 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં એટીએમ થી પૈસા મળવા બંધ થઇ ગયા છે. તેમને જણાવ્યું કે પૈસાને સર્ક્યુલેશનમાં લાવવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. એટીએમ ઓપેરેશન કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એટીએમ માં 200 અને 500 રૂપિયાની નોટ ભરવા પર ધ્યાન આપી રહ્યા છે.

500 રૂપિયાની નોટોની સપ્લાય 5 ગણી
સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નોટોની સપ્લાય 5 ગણી વધારી દેવામાં આવી છે. હજુ સુધી રોજ 500 રૂપિયાની 500 કરોડ કિંમતની નોટો સપ્લાય થઇ રહી છે. પરંતુ હવે તેની સપ્લાય વધારીને 2500 કરોડ કરી દેવામાં આવી છે.

સીએમ શિવરાજે ષડયંત્ર નો આરોપ લગાવ્યો
દેશમાં રોકડ રકમ માટે શરુ થયેલા સંકટ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમને આખા સંકટને એક ષડયંત્ર ગણાવ્યું છે. ખુડૂતોની સભામાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 2000 રૂપિયાની નોટ એક ષડયંત્ર હેઠળ ગાયબ કરવામાં આવી રહી છે.

શુ છે કેશ સંકટનું કારણ?
બેંકર્સ નું માનવું છે કે બેંકમાં કેશ ડિપોઝીટ ફલૉ ખુબ જ ઓછો થઇ ગયો છે. લોકો બેંકમાં ખુબ જ ઓછા પૈસા જમા કરાવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પણ કેશની ડિમાન્ડ પુરી નથી થઇ રહી. બેંક પોતે કેશ માટે ઝઝૂમી રહી છે એટલે એટીએમ માં પૈસા જમા કરાવી નથી રહી. બેંક જેટલી ડિમાન્ડ કરી રહી છે એટલું તેમને મળતું નથી. બેંક પાસેથી જેટલા પૈસા જઈ રહ્યા છે એટલા પૈસા પાછા નથી આવી રહ્યા. એટલા માટે બેંક પણ તેમના એટીએમ માં પૈસા નથી જમા કરાવી રહી.












Click it and Unblock the Notifications
