Election Express: ચૂંટણી વચ્ચે ભાજપનો સાથ છોડશે ચંદ્રબાબુ નાયડુ!
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

ચૂંટણી વચ્ચે ભાજપનો સાથ છોડશે ચંદ્રબાબુ નાયડુ!
લોકસભાની ચૂંટણી વચ્ચે ભાજપને એક મોટો ઝટકો લગે તેવા અહેવાલ આવ્યા છે. સૂત્રો અનુસાર સીમાંધ્રમાં ચંદ્રબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટીએ ભાજપ સાથે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છેકે સીમાંધ્રમાં પાંચ બેઠકો પર ચૂંટણી લડવાના ભાજપના નિર્ણય સામે ટીડીપીને વાંધો પડ્યો છે. જોકે ટીડીપીએ હજુ સુધી આ અંગે ઔપચારિક ઘોષણા કરી નથી.

ચૂંટણી બાદ ભાજપ સાથે આવી જશે જયલલિતાઃ સ્વામી
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવું કહીને ચૂંટણી માહોલને ગરમાવી દીધો છેકે તમિળનાડુના મુખ્યમંત્રી હાલ રાજકીય મજબૂરીઓના કારણે ભાજપ સાથે નથી, પરંતુ ચૂંટણી બાદ ભાજપ સરકાર બનાવશે ત્યારે તેઓ એનડીએમાં આવી જશે.

અમિત શાહ અને આઝમ ખાન પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
ચૂંટણી પંચે ભાજપના નેતા અમિત શાહ અને સપા નેતા આઝમ ખાનને ભડકાઉં ભાષણો આપવામાં દોષી જાહેર કર્યા છે. આયોગે આ બન્ને નેતાઓના નિવેદનની નિંદા કરતા તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંચે કોંગ્રેસના નેતા બેની પ્રસાદ વર્માના નરેન્દ્ર મોદી પરના વિવાદિત નિવેદનની પણ નિંદા કરી છે.

પ્રિયંકા અને રાહુલનો મોદી પર પ્રહાર
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધીએ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યુંકે ભાજપના મોડલમાં માત્ર એક જ વ્યક્તિ કામ કરે છે, તો પ્રિયંકાએ કહ્યું કે, વિપક્ષની વિચારધારામાં તમામ શક્તિ માત્ર એક જ વ્યક્તિ પાસે છે, કોંગ્રેસમાં બધાના અધિકારની વાત કરવામાં આવે છે.

રાહુલ ગાંધીના પાયલોટ પર પ્રતિબંધ
હવાઇ સુરક્ષા માનકોમાં બેદરકારીના મામલે ઉડ્ડયન નિયામક ડીજીસીએએ જીએમઆર એવિએશનના 11 પાયલોટ પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભુવનેશ્વર લઇ ગયેલા ચાર્ટર્ડ વિમાનનો પાયલોટ પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
