પતિ પ્રેમિકા સાથે ગુજારતો હતો બળાત્કાર, પત્ની બનાવતી હતી બ્લૂ ફિલ્મ

mms
પુણે, 19 જુલાઇ: તમે પેલી પૌરાણિક કથા તો જરૂર સાંભળી હશે જેમાં પતિવ્રતા સાવત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લાવે છે અને પોતાના પતિને મોતના મુખમાંથી બચાવી લે છે. લોકો કહે છે કે પત્ની પતિને સુમાર્ગ પર ચાલવાનો રસ્તો બતાવે છે, પરંતુ બદલતા જમાનાની સાથે માણસની દાનત અને કહેવતો બદલાઇ જાય છે. આ સમાચાર વાંચ્યા પછી તમને મારી આ વાત સાચી લાગશે.

આ કિસ્સો મહારાષ્ટ્રના પુણે શહેરનો છે. જ્યાં એક પત્ની પોતાના પતિના દુષ્ટ કાર્યને રોકવાને બદલે તેને આ કુકૃત્ય કરવા માટે ઉશ્કેરી રહી હતી. તેનો પતિ પોતાની પ્રેમિકા સાથે બળાત્કાર કરી રહ્યો હતો અને પત્ની ઉભી ઉભી વિડિયો બનાવી રહી હતી. તમને ભલે આ વાત વિચિત્ર લાગતી હોય, પરંતુ આ સમાચાર આ જ છે. અંગ્રેજી સમાચાર પત્ર ડીએનએના જણાવ્યા અનુસાર 28 વર્ષની એક છુટાછેડા લીધેલી મહિલા ટીચરે પોતાની સાથે ઘટેલી આ શરમજનક ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.

મહિલાની ફરિયાદ અનુસાર તેની સાથે તેના પૂર્વ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો અને તેની પત્નીએ બંદૂકની અણીએ આખા ઘટનાક્રમને પોતાના મોબાઇલ ફોનમાં શૂટ કરી. પીડિત મહિલાએ ધુલેના શિરપારૂ ગામના મનોજ બદગુજર અને તેની પત્ની ભારતી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવી છે. પોલીસને મળેલી માહિતી મુજબ પીડિત મહિલા છુટાછેડા લીધેલી છે અને તે પુણેમાં પોતાના 11 વર્ષના પુત્ર સાથે રહે છે. તેનું પિયર ધુલેમાં છે. જ્યાં થોડા સમય પહેલાં તેની મુલાકાત મનોજ સાથે થઇ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ અને ટૂંક સમયમાં મિત્રતા પ્રેમમાં પરિવર્તન પામી. મનોજે તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા, પરંતુ જ્યારે તેને ખબર પડી કે મનોજ પહેલાંથી પરણિત છે તો તેને બધા સંબંધો તોડી દિધા.

પરંતુ અચાનક થોડા દિવસો પહેલાં મનોજ કહ્યા વિના તેના ઘરે પહોંચી ગયો. તેની સાથે તેની પત્ની પણ હતી. મનોજની પત્ની પીડિતાના માથે બંદૂક મૂકી દિધી અને પોતાના પતિને બળાત્કાર ગુજારવા કહ્યું. જ્યાં પીડિતા તેની સાથે દુષ્કર્મ કરી રહી હતી ત્યાં તેની પત્ની પોતાના પતિની આ શરમજનક ઘટનાને પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી રહી હતી. આટલું જ નહી બળાત્કાર બાદ તેના શરીરને સિગરેટના ડામ આપ્યા.

બંને આટલુ કર્યા પછી અટક્યા નહી. જતાં જતાં તેને ધમકી આપી કે જો આ અંગે કોઇને કહ્યું તો તેના પુત્રને જાનથી મારી નાખશે. તેની ધમકીઓથી ડરેલી પીડિતાએ હિંમત એકઠી કરી પોલીસને પોતાનું નિવેદન આપી શકી. મહિલાની ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી ઘટનાની તપાસ શરૂ કરી દિધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X