For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની પાર્ટીનું સમર્થન કરશે ટીમ અણ્ણા

|
Google Oneindia Gujarati News

kiran bedi
હૈદરાબાદ, 24 નવેમ્બર: નવી ટીમ અણ્ણાની સભ્ય કિરણ બેદીએ આજે શક્યતા વ્યક્ત કરી કે ચૂંટણીમાં ટીમ અણ્ણા અરવિંદ કેજરીવાલ દ્વારા બનાવવામાં આવેલી રાજનૈતિક પાર્ટીનું સમર્થન કરી શકે છે.

તેમણે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ લીડરશીપ સમિટ 2013 દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'અમે કોઇપણ ઇમાનદાર ઉમેદવારનું સમર્થન કરીશું. જોકે કેજરીવાલ ઇમાનદારીને પ્રોત્સાહન આપી રહ્યા છે માટે તેઓ અમારા તરફથી સમર્થન મેળવવા માટે યોગ્ય છે.'

કિરણ બેદીએ જણાવ્યું કે ટીમ અણ્ણાને કેજરીવાલની સાથે કોઇ મતભેદ નથી. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલ ભ્રષ્ટાચારથી લડવા માટે રાજનીતિનો માર્ગ અપનાવ્યો છે.

રક્ષા, વિદેશ મામલા અને કાનૂન જેવા મુદ્દાઓ પર પ્રધાનમંત્રીને જનલોકપાલ વિધેયક હેઠળ આવરી લેવાના મુદ્દે કિરણ બેદીએ જણાવ્યું કે આ અંગે આગળ ચર્ચા થવી જોઇએ.

તેમણે જણાવ્યું કે 'અમે સિલેક્ટ સમિતિની ભલામણોની રાહ જોઇ રહ્યા છીએ, મને લાગે છે કે ભલામણનો સૌથી મોટો ભાગ એ રહેશે કે સીબીઆઇ નિષ્પક્ષ કઇ રીતે રહેશે. નિર્દેશકની વરણી કઇરીતે નિષ્પક્ષ થશે ઉપરાંત તે લોકપાલ હેઠળ આવશે કે નહી.'

English summary
Team Anna may support Arvind Kejriwal’s yet-to-be launched political party when elections come, member of the new Team Anna Kiran Bedi said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X