For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તરૂણ તેજપાલ પર 'તહેલકા'એ મચાવ્યો તહેલકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: પોતાના પારદર્શક અને રિસર્ચ પત્રકારત્વ માટે વાચકો વચ્ચે એક અલગ ઓળખ બનાવી ચૂકેલ મેગેજીન 'તહેલકા'નો આગામી અંક આવી ચૂક્યો છે. જેમાં મેગેજીને પોતાના ચીફ એડિટર તરૂણ તેજપાલ પર પરદર્શકતા પૂર્વક છાપ્યું છે. આમ કહેવું મેગેજીનની પત્રકાર પિયંકા દુબેનું કહેવું છે. પ્રિયંકાએ ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે મેગેજીને આ ઘટના પર પણ પારદર્શક રિપોર્ટિંગ કર્યું છે કારણ કે અમારા વાચકો અમારી પાસે એવી જ આશા રાખે છે. એટલું જ નહી મેગેજીનના વરિષ્ઠ લેખકે પણ ઘટના વિશે ખુલીને અને જુના વલણો સાથે લખ્યું છે.

મેગેજીનના એડિટોરિયલમાં પત્રકારોએ એ પણ જણાવ્યું છે કે તેમને તરૂણ તેજપાલ આરોપી હોવા છતાં પણ સંસ્થા કેમ ન છોડી. પત્રકાર તેને ઐતિહાસિક અંક ગણાવે છે, તેમના અનુસાર અમારી સંસ્થાને વાચકોનો સહયોગ મળી રહ્યો છે, અમે દરેક મુદ્દા પર સત્યતાપૂર્વક રિપોર્ટ કરીએ છીએ, અહીં પણ અમે એવું જ કર્યું છે.

tarun-tejpal-603

અત્રે ઉલ્લેખનીય છે કે મેગેજીનના ચીફ એડિટર તરૂણ તેજપાલ જાતિય સતામણીના આરોપી છે અને તે હાલ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તે આરોપી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મેગેજીનનું પ્રકાશન બંધ થઇ જશે પરંતુ સંસ્થાના પત્રકારોનો દાવો છો કે અમે અમારા સ્થાપેલા મૂલ્યો અનુસાર જ આ કેસ પર રિપોર્ટ કર્યો છે.

English summary
Tehelka magazine's new edition came into market with its well known values and frowns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X