RSS અને બીજેપી મારી હત્યાનું કાવતરું રચી રહી છે: તેજ પ્રતાપ

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપે આરોપ લગાવ્યો છે કે આરએસએસ અને બીજેપી પર તેમની હત્યા કરવાનું કાવતરું રચી રહી છે.

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપે આરોપ લગાવ્યો છે કે આરએસએસ અને બીજેપી પર તેમની હત્યા કરવાનું કાવતરું રચી રહી છે. તેજ પ્રતાપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મહુવા જઈ રહ્યા હતા ત્યારે હથિયારબંધ એક વ્યકતિએ તેનો હાથ પકડી લીધો અને તે હાથ છોડી રહ્યો ના હતો. આ આરએસએસ અને ભાજપનું મને મારવાનું ષડયંત્ર છે. વિધાયક અને મંત્રી અહીં સુરક્ષિત નથી તો આમ આદમી કઈ રીતે સુરક્ષિત રહેશે.

tej pratap yadav

આપણે જણાવી દઈએ કે તેજ પ્રતાપની સુરક્ષામાં એક મોટી ગરબડી સામે આવી હતી જયારે કે વ્યક્તિ જેની પાસે પિસ્તોલ હતી તેને તેજ પ્રતાપનો હાથ પકડીને તેને ખેંચવાની કોશિશ કરી. પરંતુ જગ્યા પર તરત જ સુરક્ષાકર્મીઓ ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યો. જે સમયે આ ઘટના થયી ત્યારે તેજ પ્રતાપ બિહારના મહુવામાં પોતાના વિધાનસભા ક્ષેત્રમાં મુલાકાત કરવા માટે જઈ રહ્યા હતા.

વાંચો: નીતિશ કુમારે મને ડરાવવા માટે બંગલામાં ભૂત છોડી દીધા: તેજ પ્રતાપ

છેલ્લા કેટલાક દિવસોથી તેજ પ્રતાપ સતત પોતાના વિધાનસભા ક્ષેત્ર મહુવાની મુલાકાત કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તેજ પ્રતાપની સભામાં એક યુવક પિસ્તોલ સાથે પહોંચ્યો હતો જેના પર રાજદ નેતાઓની નજર પડતા જ તેને પોલીસમાં સોંપી દેવામાં આવ્યો. રાજદ નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવક તેજ પ્રતાપ પર હુમલો કરવાના ઈરાદા સાથે સભામાં પિસ્તોલ લઈને આવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ પણ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X