telangana assembly election 2023: પ્રિયંકા ગાંધીના સ્થાને રેલીમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો કારણ
telangana assembly election 2023: તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના નાગરકર્નૂલમાં 31 ઓક્ટોબરના રોજ પ્રિયંકા ગાંધીની રેલી યોજાવાની હતી. સ્ટેજ તૈયાર હતું, લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, બધા પ્રિયંકા ગાંધીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્રિયંકાને બદલે તેના ભાઈ રાહુલ ગાંધી રેલીમાં પહોંચ્યા હતા. હવે સવાલ એ થાય છે કે, રાહુલ અચાનક પ્રિયંકાની રેલીમાં કેમ પહોંચી ગયા?
આ વાતનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી બહેનના સ્થાને મને જોઇને તમને આશ્ચર્ય થઇ રહ્યું હશે. મારી બહેનને તાવ આવ્યો છે, અને તેણે અહીંયા આવવાનું વચન આપ્યું હતું, જેથી બહેનનું વચન પુરુ કરવા માટે હું અહિંયા આવ્યો છે. મારા માટે તમે જ મારો પરિવાર છો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે મારે સાંજે 5 કલાકે સીઇસીની બેઠકમાં જવાનું હતું, જેમાં ટિકિટ ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે, પણ મારા માટે તમને મળવું તેના કરતા વધારે મહત્વનું છે. આપણો સંબંધ રાજનૈતિક નહીં પણ પારાવારિક છે.












Click it and Unblock the Notifications
