Telangana Election 2023 : રાહુલ ગાંધીએ તેલંગાણાના સિંગરેની કોલ માઈન્સના કર્મીઓ સાથે મુલાકાત કરી

તેલંગાણામાં કોંગ્રેસ જમીન પર ચૂંટણીને લઈને જોર લગાવી રહી છે. અહીં રાહુલ ગાંધીએ ખુદ મોરચો સંભાળ્યો છે અને તે આજે કોલ માઈન્સના કર્મીઓની મુલાકાતે પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ SCCLમાં કામ કરતા કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં રાહુલ ગાંધી બેસીને કર્મચારીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

Rahul Gandhi

ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે મેં સિંગરેની કોલસા ખાણના કર્મચારીઓ સાથે વાત કરી. અમે સિંગરેની કોલસાની ખાણને ખાનગી હાથમાં જવા દઈશું નહીં. કોંગ્રેસ પાર્ટી અહીં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા કરશે.

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર રોડ શો દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા.

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી આવશે અને તમને કહેશે કે હું દરેક બેંક ખાતામાં 15 લાખ રૂપિયા મૂકીશ. હું નોટબંધી દ્વારા કાળા નાણાં સામે લડીશ. તેઓ આવશે અને કહેશે કે GSTથી ગરીબોને ફાયદો થશે. તેલંગાણાના મુખ્યમંત્રીએ કહ્યું છે કે તે દરેક ગરીબને 3 એકર જમીન આપશે. આ લોકો એક પછી એક જૂઠ બોલે છે, હું તમારી સાથે જૂઠું બોલવા આવ્યો નથી.

જણાવી દઈએ કે, કોંગ્રેસ તેલંગાણામાં વિજયભેરી પ્રવાસ કરી રહી છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભૂપાલપલ્લીથી પેદ્દાપલ્લી જતા માર્ગ પર એક શેરી સભાને સંબોધિત કરી. અહીં તેમણે BRS અને રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર જોરદાર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, બીઆરએસ તેલંગાણા વિધાનસભા ચૂંટણી હારી જશે. આ રાજા અને પ્રજા વચ્ચેની લડાઈ છે. 10 વર્ષ પછી પણ તેલંગાણાના મુખ્યમંત્રી લોકોથી અંતર જાળવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ અહીં KCR પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેલંગાણામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. રાજ્યમાં માત્ર એક જ પરિવારનું સંપૂર્ણ નિયંત્રણ છે.

તેલંગાણામાં તમારા ખિસ્સામાંથી એક લાખ કરોડ રૂપિયાની ચોરી થઈ છે. આનાથી અહીંના ખેડૂતો અને મજૂરોને નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો અને તેમના પરિવારોને પણ ફાયદો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X