Telangana election : કોંગ્રેસ અને તેની વિઘટનકારી ક્ષમતાથી સાવધાન રહો-કેસીઆર
તેલંગાણામાં ચૂંટણીના મેદાનમાં વાર પલટવાર ચાલી રહ્યા છે. આ ક્રમમાં જ હવે કેસીઆરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કેસીઆરે લોકોને ચેતવ્યા અને કોંગ્રેસથી સજગ રહેવા જણાવ્યુ.
ચૂંટણી પ્રચાર દરમિયાન કેસીઆરે બાલકોંડા અને ધર્મપુરીમાં પ્રજા આશીર્વાદ સભાઓને સંબોધિત કરી. અહીં તેમણે વિપક્ષી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા.

કેસીઆરે પ્રજા આશીર્વાદ સભામાં કહ્યું કે, જ્યાં સુધી કેસીઆર જીવિત છે ત્યાં સુધી તેલંગાણા ધર્મનિરપેક્ષ રહેશે. કેસીઆરે દાવો કર્યો હતો કે તેમના શાસનના છેલ્લા સાડા નવ વર્ષો દરમિયાન તેલંગાણામાં કોઈ સાંપ્રદાયિક રમખાણો કે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા થઈ નથી.
કેસીઆરે કહ્યું કે, બીઆરએસ તેલંગાણા અને તેના લોકોની એકમાત્ર રક્ષક છે. અમારી BRS પાર્ટી કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ વર્ગના લોકો સુધી પહોંચી છે.
કેસીઆરએ રાજ્યની પ્રગતિમાં વિક્ષેપ પાડતી વિભાજનકારી શક્તિઓ સામે ચેતવણી આપી અને લોકોને કોંગ્રેસને નકારીને તેમના હિતોનું રક્ષણ કરવા હાકલ કરી.
કેસીઆરે તેલંગાણાના લોકોને ચેતવણી આપી કે, જો કોંગ્રેસ સત્તામાં આવે તો રાયથુ બંધુ, કૃષિ ક્ષેત્રને મફત વીજળી અને ધારાની પોર્ટલ સિસ્ટમ જે ખેડૂતોના નસીબને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહી છે તે દાવ પર લાગી જશે.
તેમણે કહ્યું કે, કોમી રમખાણોથી ભરેલા તેના કુખ્યાત ભૂતકાળ સાથે કોંગ્રેસના શાસનથી સાવધ રહેવું જોઈએ.
કેસીઆરએ કહ્યું કે, હવે તેલંગાણાના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ રાજ્યના વિકાસને મજબૂત રીતે આગળ વધારવા માગે છે કે વર્ષોથી બનેલી મજબૂત વ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે.












Click it and Unblock the Notifications
