Telangana Election : તેલંગાણામાં બીજેપીની તૃષ્ટિકરણની રાજનીતિ, હૈદરાબાદનું નામ બદલવાનો વાયદો કર્યો
પાંચ રાજ્યોની વિધાનસભામાં હાર ભાળી ગયેલી બીજેપીએ તેલંગાણામાં પગ મુકવા માટે આખરે તૃષ્ટીકરણની રાજનીતિનો સહારો લીધો છે.
તેલંગાણામાં આવનારી 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે અને 28 નવેમ્બરે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે લોકોના જરૂરી મુદ્દાથી હટીને ફરીથી નામ બદલવાના વાયદા કર્યા છે.

તેલંગાણા ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ હૈદરાબાદનું નામ બદલવાની જાહેરાત કરી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ હૈદરાબાદનું નામ બદલવાનો દાવો કર્યો છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા બીજેપી અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ સોમવારે હૈદરાબાદનું નામ બદલવાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
તેલંગાણા બીજેપી અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ દાવો કર્યો કે, જો પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખશે. તેમણે કહ્યું કે, જો તેમની પાર્ટી તેલંગાણામાં સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવશે.
એએનઆઈ સાથે વાત કરતા રેડ્ડીએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હિમંતા બિસ્વા સરમા પહેલા જ કહી ચુક્યા છે કે એકવાર અમે સત્તામાં આવીશું અમે હૈદરાબાદનું નામ બદલીશું. મદ્રાસનું નામ બદલીને ચેન્નાઈ કરવામાં આવ્યુ, કલકત્તાનું નામ બદલીને કોલકાતા કરાયુ, બોમ્બે બદલીને મુંબઈ અને અમે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખ્યું.












Click it and Unblock the Notifications
