For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાનું નામ વોટર લીસ્ટથી ગાયબ

તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે. આજે કુલ 2.80 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.

|
Google Oneindia Gujarati News

તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે. આજે કુલ 2.80 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. વોટિંગ અંગે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેલંગાણાના ફિલ્મ સ્ટારથી લઈને ઘણા ખેલાડીઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. પરંતુ દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી નિરાશ જોવા મળી કારણકે તેનું નામ વોટર લીસ્ટથી ગાયબ હતું.

jwala gutta

જ્વાલા ગુટ્ટા ઘ્વારા પોતાની નારાજગી અંગે ટ્વિટર પર જણાવવામાં આવ્યું જ્વાલા ગુટ્ટાએ પહેલા ટવિટ કર્યું કે તેનું નામ વોટર લીસ્ટથી ગાયબ છે. તેના પર તેમને હેરાની વ્યક્ત કરી છે.

ત્યારપછી તેને બીજું ટવિટ કર્યું અને જણાવ્યું કે ચૂંટણી કઈ રીતે યોગ્ય હોય શકે જયારે લોકોનું નામ જ વોટિંગ લીસ્ટથી ગાયબ હોય.

તેલંગાણામાં થઇ રહેલા મતદાન દરમિયાન આજે સવારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને કોચ ગોપીચંદએ પોતાનો વોટ આપ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુન પણ વોટ આપવા માટે લાઈનમાં લાગ્યા હતા. અભિનેતા ચિરંજીવી પણ જ્યુબિલી હિલ્સ પોલિંગ બૂથ લાઈન પર વોટ આપવાની રાહ જોતા દેખાયા. તેલંગાણા ચૂંટણી પરિણામ 11 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો: ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ

English summary
telangana elections: badminton player jwala gutta's name missing from voter list, tweets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X