તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે કહ્યુ - સરદાર પટેલ જ હતા જેમણે તેલંગાણાને રઝાકારોથી બચાવ્યા

Telangana Elecition: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 પહેલા બીજેપી માટે પ્રચાર કરવા 20 નવેમ્બરે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કહ્યું કે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે તેલંગાણાને રઝાકારોથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

તેમણે કહ્યુ કે ઓવૈસીના પ્રભાવ હેઠળ કેસીઆરે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી રેલીમાં, ગૃહમંત્રી અમિત શાહે લોકોને યાદ અપાવ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલના કારણે જ હૈદરાબાદ રાજ્ય નિઝામોથી મુક્ત થયું હતું.

amit shah

મેટપલ્લી અને જનગાંવમાં ચૂંટણી રેલીઓને સંબોધતા અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીથી ડરે છે, તેથી હૈદરાબાદ રાજ્યની મુક્તિનો પ્રસંગ ઉજવી રહ્યા નથી. આ સાથે શાહે વચન આપ્યું હતું કે તેલંગાણામાં બીજેપી સત્તામાં આવતાની સાથે જ દર વર્ષે 'તેલંગાણા લિબરેશન ડે' રાજ્યના કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે એ પણ વચન આપ્યું હતું કે ભાજપ ભૈરોનપલ્લી ખાતે એક શહીદ સ્મારક બનાવશે, જ્યાં રઝાકારોએ 27 ઓગસ્ટ, 1948ના રોજ 96 હિન્દુ ગ્રામજનોની હત્યા કરી હતી. ગૃહમંત્રી શાહે વર્તમાન બીઆરએસ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને જેલમાં મોકલવામાં આવશે.

શાહે દાવો કર્યો હતો કે બીઆરએસ સરકાર ભ્રષ્ટાચારના દાયરામાં આવી ગઈ છે. મિશન ભગીરથ, આઉટર રીંગ રોડ અને મિયાપુર જમીન કૌભાંડ આ સરકારના કાર્યકાળનું સત્ય કહી રહ્યા છે.

અમિત શાહે મતદારોને વચન આપ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે, તો ભાજપ સરકાર ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા પાક વીમા પ્રિમીયમ અને ગરીબોના રૂ. 10 લાખ સુધીના મેડિકલ બિલોનુ વહન કરશે. આ ઉપરાંત સરકારી પોસ્ટ પર યુવાનોની ભરતી કરશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદના ઉપ્પલ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં બીજેપી સમર્થકો એકઠા થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X