For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાની પહેલી ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર લાપતા, અપહરણની આશંકા

તેલંગણાની વિધાનસભા ચૂંટણી લડનાર પહેલી ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર ચંદ્રમુખી કથિત રૂપે લાપતા થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

તેલંગણાની વિધાનસભા ચૂંટણી લડનાર પહેલી ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર ચંદ્રમુખી કથિત રૂપે લાપતા થઇ ચુકી છે. મળતી માહિતી મુજબ તે કૃષ્ણનગરના બંજારા હિલ્સમાં પોતાના ઘરથી મંગળવારથી લાપતા છે. ચંદ્રમુખી બહુજન લેફ્ટ ફ્રન્ટ પાર્ટીની ઉમેદવાર છે અને તે ભાજપના ટી રાજા સિંહ અને કોંગ્રેસના સિનિયર નેતા મુકેશ ગોદ સામે ગોશમહેલ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહી છે.

chandramukhi chawala

તેલંગણામાં પહેલીવાર ટ્રાન્સઝેન્ડર સમુદાયથી કોઈ ચૂંટણી લડી રહ્યું છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રમુખી મંગળવારે સવારથી લાપતા છે. ચંદ્રમુખીના સહયોગી ઘ્વારા તેનું અપહરણ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રાન્સઝેન્ડર સમુદાય માટે અવાઝ ઉઠાવનાર ચંદ્રમુખીએ આ વખતે ચૂંટણી લાડવાનો નિર્ણય કર્યો હતો.

ઘણી ચૂંટણી રેલીઓમાં ચંદ્રમુખીએ ટ્રાન્સઝેન્ડર સમુદાયના સમ્માન માટે અવાઝ ઉઠાવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેમની સાથે થઇ રહેલા અન્યાય સામે પણ અવાઝ ઉઠાવ્યો છે. આપને જણાવી દઈએ કે તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર 7 ડિસેમ્બરે એક સાથે મતદાન થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018માં ટ્રાન્સજેન્ડર પણ અજમાવી રહી છે કિસ્મત

English summary
telangana elections: transgender candidate from goshamahal seat goes missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X